વડોદરા:શહેરથી 30 કિમી દુર ડભોઇ આવેલું છે. ડભોઇમાં છેલ્લી વિધાનસભા 2017ની ચુંટણીમાં ભાજપના ધારાસભ્ય (vadodara dabhoi mla) શૈલેષ મહેતા (સોટ્ટા) ચુંટાઇને આવ્યા હતા. ચુંટણી પહેલાના તેમના ભાષણોમાં તેઓએ કોઇનું નામ લીધા વગર વિવાદીત નિવેદન (Controversial statement ) આવ્યા હતા. હાલ વિધાનસભાની ચુંટણીને એક વર્ષ જેટલો જ સમય બાકી છે. તેવા સમયે એક વિડીયો (bjp mla Video viral ) સામે આવ્યો છે. જેમાં ધારાસભ્યના નિવેદનને કારણે ભવિષ્યમાં વિવાદ થાય તો નવાઇ નહિ.
શાકોત્સવ કાર્યક્રમ
ડભોઇને દર્ભાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. કલાલી ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગતરોજ શાકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ડભોઇ (દર્ભાવતી)ના ધારાસભ્ય શૈલેષ મહેતા (Bjp mla sailesh mehta) (સોટ્ટા) હાજર હતા. દરમિયાન તેઓએ સ્ટેજ પરથી લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, મેં ત્યારે કહ્યું હતું ડભોઇને દર્ભાવતી બનાવવા આવ્યો છું. પુરાણી સ્વામી જાણે છે કે ડભોઇ હવે દર્ભાવતી તરફ આગળ વધી રહ્યું છે. જે કોઇ અહિંયાથી ત્યાં પસાર થયું હશે તેમણે જોયું હશે કે કંઇક ફેરફાર દેખાય છે. અને જે લોકોની દાદાગીરી હતી તે બંધ કરાવવાની જવાદબારી હતી. અત્યારે પુરાણી સ્વામી એ દાદાગીરી તો બંધ થઇ ગઇ દાઢી ટોપીની.