- સલીમ જર્દા વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે
- સલીમ જર્દાના કોર્ટે શરતી પેરોલ મંજુર કરી બે વ્યક્તિઓની સોલવંશી સેન્ટ્રલ જેલ ખાતે રજુ કરવા આદેશ કર્યો હતો
- સલીમ જર્દાને જેલમાં લેવા પહોંચેલા ઐયુબ પાસે આધારા કાર્ડ માંગતા ભાગી છુટ્યો
વડોદરા: ગોધરા કાંડના મુખ્ય આરોપી સલીમ જર્દા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સલીમે પેરોલ પર રજા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે તેના શરતી જામીન મંજુર કરી કેટલીક શરતો મુકી હતી. પરંતુ સલીમ જર્દાને જાણે જેલમાંથી ભગાડી જવાનુ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેમ ઐયુબ જર્દાએ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બોગસ દસ્વાતેજો જમા કરાવાત ભાંડો ફુટ્યો હતો. જેથી જેલ સત્તાધીશો દ્વારા ઐયુબ જર્દા સામે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપી ગુનો નોંધવામાં આવ્યો છે.
પેરોલ પર રજા
ગોધરા કાંડનો આરોપી સલીમ જર્દાએ પેરોલ પર રજા મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે સલીમની શરતી પેરોલ મંજુર કરી હતી. જેમાં એક લાખની રોકડ ડીપોઝીટ અને તેટલી જ રકમના બે વ્યક્તિઓની સોલવંશી જામીન 15 દિવસમાં જેલ ઓથોરેટી સમત્ર રજુ કરવા હુકમ કર્યો હતો. જોકે સલીમને પેરોલ પર છોડાવનાર ઐયુબ જર્દાએ ગતા તા. 30 જુનના રોજ સવારે વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચી વસાવા કાંતિભાઇ દલપતસિંહ અને બેલીમ ઇકબાલ મોહમદ સિદીનુ પ્રમાણપત્ર રજુ કર્યું હતુ. જેથી બીજી તરફ ડીપોઝીટની રકમ ભરાવવા માટે ઐયુબ જર્દા પાસે જેલ ઓથોરિટીએ આધાર કાર્ડ માંગ્યું હતુ.
આ પણ વાંચો :રાજ્યોને OBCની યાદી બાનાવવાની મંજૂરીથી લાભ !