વડોદરા: ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. હાથરસ ખાતે રાહુલની ધરપકડના પડઘા ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને નેતાઓનો કાફલો પીડિતાના પરિવારને શાંત્વના આપવાને માટે જઈ રહ્યો હતો.ત્યારે દિલ્હીથી થોડે દૂર ગ્રેટર નોઈડાની નજીક પોલીસે તેમને અટકાવ્યા હતા.
વડોદરામાં રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પરિવારને સાંત્વના આપવા જઈ રહેલા રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં પણ જિલ્લા કોંગ્રેસે દેણા ચોકડી ખાતે દેખાવો કર્યા હતા. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યું હતું.
જેને લઈને ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી. તેઓને એક્સપ્રેસ વે પરના એફ -1 ગેસ્ટહાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે બાદમાં પોલીસે તેમને મુક્ત કર્યા હતા.ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની ધરપકડને પગલે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકો બ્રહ્મભટ્ટની આગેવાનીમાં યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં પોલીસ જનતા અને વિરોધપક્ષનો દબાવવા જઈ રહ્યું હોય એવો આક્ષેપ કર્યો છે.