વડોદરાઃ પેટ્રોલ ડિઝલ ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. દરમિયાન સોમવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી નજીક પેટ્રોલ ડિઝલ ભાવ વધારાના મુદ્દાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
વડોદરા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધ કલેક્ટર કચેરી નજીક કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા ભારે સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવતા પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પેટ્રોલિયમ પ્રધાન ધમેન્દ્રના પુતળાને ફાંસીના માંચડે ચઢાવી સળગાવ્યું હતું. બનાવના પગલે પોલીસે 7 કોંગી કાર્યકરતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યા કોંગ્રેસી અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા. જોકે કોંગ્રેસના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ ન હતું અને પોલીસની હાજરીમાં કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોના મોટી સખ્યામાં જોવા મળ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને આવેદન પત્ર આપીને પેટ્રોલ અને ડીઝલ પર ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.
મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા સાથે પાટણ અને વડોદરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.