- વડોદરામાં કોંગ્રેસ દ્વારા દૂધના ભાવ વધારાનો વિરોધ
- મકરપુરા સ્થિત બરોડા ડેરી પાર્લર બહાર કોંગ્રેસના દેખાવો
- કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દેખાવોમાં જોડાયા
વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધમાં મકરપુરા સ્થિત બરોડા ડેરી પાર્લર બહાર કોંગ્રેસના કાર્યકરોએ દૂધ વગરની ચા બનાવી દૂધના ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદશનમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોઓ જોડાયા હતા.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા, રાજકોટમાં congressના 25 નેતાઓની અટકાયત