- કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાનું નિવેદન
- કોરોના મહામારી દરમિયાન દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા
- એમેઝોન કંપનીએ ભારતમાં 8546 કરોડની લાંચ આપી, કંપનીના કર્મચારીએ જ લગાવ્યો આરોપ
- ભારતમાં કોણે લાંચ આપી તેની ન્યાયિક તપાસ થવી જોઈએ
વડોદરાઃCongress પ્રવક્તા પવન ખેરાએ પોતાના સંબોધનમાં BJP પર આક્ષેપ કરતાં જણાવ્યું કે કોરોનાકાળમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નિવડી છે. તેમણે બેરોજગારી, રાફેલ સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર સામે સવાલો ઉભા કર્યા હતાં . જ્યારે ગુજરાત રાજ્યમાં પોલીસ અને પ્રશાસનની એકતરફી કામગીરી અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નારાજગી દર્શાવી છે.
ભાજપ સરકારને આડે હાથ લેતાં ખેરા
કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન કોરોના મૃત્યુઆંકમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે. ભાગેડુ માલેતુજાર પોલીસના હાથે આવતા નથી મુદ્રાપોર્ટ ખાતેથી ડ્રગ્સનું નેટવર્ક વિસ્તર્યું છે . ભારતમાં વેચાતા ડ્રગ્સના નાણાં ભારત સામેની લડાઇ માટે આંતકીઓ ઉપયોગ કરે છે. ભાજપના કેન્દ્રીયપ્રધાનનો પુત્ર ખેડૂતોને કચડે છે અને કિસાનને દેશવિરોધી તથા ખાલી કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર સંવાદ પર વિશ્વાસ નહીં કરી વિવાદ ઉત્પન્ન કરે છે.