વડોદરા: વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા સમગ્ર ભારત દેશમાં એકાએક લોકડાઉન કરવામાં આવતા ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 1 મહિનાથી કર્ફ્યુ જેવો માહોલ રહેતા ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાનારા વર્ગની હાલત દયનીય બની છે.
કોંગી કાઉન્સીલર ફરીદ કટપીસવાલાએ ગરીબોની કરી મદદ - વડોદરા કોરોના અપડેટ
વડોદરા શહેરમાં કોરોનાના પ્રકોપના પગલે લોકડાઉન વચ્ચે રોજ કમાઈને ખાવા વાળો વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે, ત્યારે કોંગી કાઉન્સિલર ફરીદ કટપીસ દ્વારા પોતાના કોટામાંથી 20 લાખ રૂપિયા ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત વસ્તુ માટે ફાળવવામાં આવે તેવી રજુઆત મ્યુનિસિપલ કમિશ્નર કરવામાં આવી છે.
કોંગી કાઉન્સીલર ફરીદ કટપીસવાલાએ કરી ગરીબોની મદદ
સેવાભાવી સંસ્થાઓના સેવા કર્યો પણ સાવચેતીના ભાગરૂપે રદ કરવામાં આવ્યા છે, ત્યારે ઇલેક્શન વોર્ડ નં-7 અને 8માં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યામાં રહે છે. તેઓની વ્હારે આવવા સ્થાનિક કાઉન્સીલર ફરીદભાઈ કટપીસવાલા દ્વારા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને મેયર ડો.જીગીષાબેન શેઠને પત્ર થકી જાણ કરવામાં આવી હતી કે, તેઓના કોટામાંથી 20 લાખ રૂપિયા જરુરિયાતમંદો માટે દૂધ ,શાકભાજી, તથા અનાજ, કરિયાણા માટે ફાળવવામાં આવે.