- વિકાસના કામો હેતુ અલગ-અલગ નવ સમિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી
- ઓફિસ ખાલી કરવાના શબ્દોનું ઉચ્ચારણ કરતા ભારે વિવાદ સર્જાયો
- રાજીનામાં આપવા પાછળનું મૂળ કારણ સભાસદોનું અપમાન છે
વડોદરા:મહાનગરપાલિકામાં વિકાસના કામો હેતુ અલગ-અલગ નવ સમિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ તરફના 6 કોર્પોરેટરોનો પણ સમાવેશ કરાયો હતો. પબ્લિક વર્કસ કમિટી, વોટર વર્કસ સમિતિ, ડ્રેનેજ અને સુએઝ સમિતિ, આરોગ્ય સમિતિ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ,રિકરીએશનલ અને કલ્ચર સમિતિ, વિદ્યુત સમિતિ, અને લીગલ સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી. આજે સોમવાર સાંજે કોંગ્રેસના કોર્પોરેટરોએ સમિતિના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા, ઝાહ ભરવાડ ,અમી રાવત, બાળાસાહેબ ગણપતરાવ સુર્વે, અલકાબેન પટેલ, હરિશ પટેલ સહિત છ લોકોની નિમણૂક કરી છે.
આ પણ વાંચો:વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર વિપક્ષને સ્થાન નહીં મળે
કોંગ્રેસના કોર્પોરેટરોએ સતાપક્ષ પર કર્યા આક્ષેપ
કોંગ્રેસના કોર્પોરેટ સતા પક્ષ પર આક્ષેપ કર્યો હતો કે, સતાના જોડે કાયદા વિરુદ્ધની વિપક્ષની સુવિધા દંડકને ફાળવી છે. કાયદા વિરુદ્ધની મૂર્ખામી ભરેલી દરખાસ્ત લાવી નિયમ વગરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર કરી છે. જી.પી.એમ.સી એક્ટ પ્રમાણે કમિટી નીમવાની જગ્યાએ માત્ર ચા-નાસ્તા માટે હોય તેવી કમિટીની રચના કરવામાં આવી છે. મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને રિક્વેસ્ટ કરીએ છીએ કે, દેખાવા પૂરતી સમિતિ બનાવવાની જરૂર નથી તેમજ પક્ષના દંડક ને કેવી રીતે ગાડી મળે ? પ્રણાલિકા અનુસાર ગાડી પાછી લેવી જોઈએ.