- બરોડા મેડીકલ કોલેજમાં મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કમ્પ્યુટરની લેબનો શુભારંભ કરાયો
- આ લેબનું નિર્માણ સ્વ. ટી. વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે
- 30 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન લેબ વિદ્યાર્થીઓને થશે ઉપયોગી
- લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે
વડોદરાઃ બરોડા મેડીકલ કોલેજમાં આવેલી મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ લેબનું નિર્માણ ડો. સ્વ. ટી. વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. 30 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ જે સરદાર ધામનું લોકાર્પણ કર્યું, જાણો તેની વિશેષતાઓ...
મહાનુભાવોની ઉપસ્થિતિમાં લેબની રિબીન કાપવામાં આવી
એસ. એસ. જી. હોસ્પિટલના પરિસરમાં આવેલી બરોડા મેડીકલ કોલેજની મધ્યસ્થ પુસ્તકાલયમાં ડો. ટી. વી. પટેલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી અદ્યતન કોમ્પ્યુર લેબનું ડીન ડો. તનુજા જાવડેકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના હોદ્દેદારો ડો. જિતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, નીલ પટેલ, વંદના પટેલ અને એસ.એસ.જી. હોસ્પિટલના તબીબી સુપરિન્ટન્ડન્ટ ડો. રંજન ઐયર સહિતના મહનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપીને કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો.