વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના બે ફ્લોરની બાલ્કની ધડાકા સાથે તૂટી પડતા ફસાયેલા 60 જેટલા રહીશોનું રેસ્ક્યૂ (Rescue operation)કરવામાં આવ્યું હતું. સરદાર એસ્ટેટ નજીક આવેલા 25 વર્ષ જૂના શેષનારાયણ કોમ્પ્લેક્સમાં (Vadodara Sheshnarayan Complex ) યુ આકારનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો તેમજ ઉપરના ત્રણ ફ્લોર પર 45 ફ્લેટ આવેલાં છે. વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી જતાં શહેરમાં ચર્ચાનો (Complex balcony collapsed in Vadodara) વિષય બન્યો હતો.
રીપેરિંંગકામની તૈયારીઓ હતી -છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્લેક્સની (Vadodara Sheshnarayan Complex )બાલ્કનીના ભાગે તિરાડો દેખાતી હતી તેમજ પોપડા પણ ખરતાં હતાં. જેથી કોમ્પ્લેક્સના રહીશોએ રીપેરીંગ કામ કરવા માટે નિર્ણય પણ લીધો હતો. પરંતુ આ અંગે સહમતિ સાધવા માટે ચર્ચા ચાલતી હતી તેને કારણે રીપેરીંગમાં વિલંબ થયો હતો. આજે કોમ્પ્લેક્સના ફ્લેટમાં લોકો પોતપોતાનું ઘરકામ કરી રહ્યા હતાં તેમજ કામધંધાવાળા લોકો ગેરહાજર હતાં તે દરમિયાન એકાએક ધડાકો થયો હતો. લોકોએ જોયું તો કોમ્પ્લેક્સના વચ્ચેના ભાગના પહેલા અને બીજા માળની બાલ્કની તૂટીને (Complex balcony collapsed in Vadodara)નીચે પડી હતી.
આ પણ વાંચોઃ વરસાદના કારણે શાળાનો જર્જરીત ભાગ ધરાશાયી, વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા