અમદાવાદ : વડોદરા મેજિસ્ટ્રેટ કોર્ટે જણાવ્યું હતું કે, જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના આ ગુનામાં FIR થઈ શકે નહીં. લોકડાઉન દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા ત્રણ કેસને ડિસમીસ કરી દીધા હતા.પોલીસે લોકડાઉન દરમિયાન આજવા રોડ પર એક ફળ વિક્રેતા વિરુદ્ઘ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો હતો.
લોકડાઉનમાં જાહેરનામાના ભંગની ફરિયાદો મેજિટ્રેટની મંજૂરી વગર દાખલ કરાઈ હોય તો ટકવાપાત્ર નથીઃ વડોદરા મેજિસ્ટ્રેટ કોર્ટ - magistrate's approval
કોરોના લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ મુદ્દે વડોદરાની મેજિટ્રેટે કોર્ટ મહત્વપૂર્ણ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, જયુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના નોંધાયેલી કલમ 188 હેઠળની ફરિયાદો કાયદાકીય રીતે ટકવા પાત્ર નથી. લોકડાઉનના ભંગ બદલ કલમ 188 હેઠળ નોંધાયેલા ત્રણ કેસને વડોદરા મેજિસ્ટ્રેટ કોર્ટે પહેલી જ સુનાવણીમાં ડિસમીસ કરી દીધા છે.
વડોદરા મેજિસ્ટ્રેટ કોર્ટનો આ ચૂકાદો લોકડાઉન દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં નોંધાયેલી હજારો ફરિયાદો પર સવાલ ઉભો કર્યો છે. વકીલોનો પણ દાવો છે કે, જયુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી વિના નોંધાયેલી આ ફરિયાદો ટકવા પાત્ર નથી. વડોદરામાં નોંધાયેલા આ ત્રણ કેસમાં પોલીસે FIR નોંધ્યા બાદ ત્રણેય આરોપીએ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાના ભંગના ગુનામાં કલમ 188 હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
સિનિયર વકીલ પ્રવીણભાઈ ઠક્કરે જણાવ્યુ હતું કે, પોલીસ કલમ 172થી 188 હેઠળ સીધી ફરિયાદ નોંધી ન શકે. તેના બદલે પોલીસ યોગ્ય પગલાં લઈ મેજિસ્ટ્રેટને લેખિત ફરિયાદ આપવી પડે અને ત્યારબાદ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે નક્કી કરવાનું રહે છે કે, FIR થવી જોઈએ કે નહીં. તેમને એવો પણ દાવો કર્યો હતો કે, આ પ્રક્રિયા વિના નોંધાયેલી તમામ FIR આ જ પ્રકારે રદ્દ થશે.