ગુજરાત

gujarat

ETV Bharat / city

BJP કાઉન્સિલરે સર્વિસ એજન્સીનો ભ્રષ્ટાચાર કર્યો ઉજાગર, ફટકાર્યો કરોડોનો દંડ - ડોર ટુ ડોર કચરા કલેક્શન

વડોદરામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચાર અંગે ભાજપના કાઉન્સિલર (Corruption in Garbage Collection in Vadodara) મેયર, મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે. આ ફરિયાદ ભાજપના કાઉન્સિલર (Vadodara BJP Councilor) આશીષ જોષી દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે કરોડોનો દંડ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.

BJP કાઉન્સીલરે સર્વીસ એજન્સીનો ભ્રષ્ટાચાર કર્યો ઉજાગર, ફટકાર્યો કરોડોનો દંડ
BJP કાઉન્સીલરે સર્વીસ એજન્સીનો ભ્રષ્ટાચાર કર્યો ઉજાગર, ફટકાર્યો કરોડોનો દંડ

By

Published : Jul 29, 2022, 1:26 PM IST

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ (Corruption in Garbage Collection in Vadodara) રહે તે હેતુથી ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા શરૂ કરી હતી. જે અંગેનું કામ શહેરની બે એજન્સીઓ સેન્ટર ફોર ડેવલોપમેન્ટ કોમ્યુનિકેશન અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ બન્ને એજન્સીઓ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં તેઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની (Vadodara BJP Councilor) રજૂઆત ખુદ ભાજપના કાઉન્સિલર આશીષ જોષી દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે પાલિકા દ્વારા આ બન્ને એજન્સીઓને કરોડોનો દંડ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો :વોર્ડ નંબર 15માં 15 દિવસથી ડોર ટુ ડોર કચરા નિકાલની કામગીરી બંધ, નગરસેવકની આંદોલન ચીમકી

કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચાર - થોડા દિવસે પૂર્વે શહેરના વોર્ડ નં-15ના ભાજપના કાઉન્સિલર આશિષ જોષી દ્વારા મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત અનેક અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં કાર્યરત ડોર-ટુ-ડોરની બે એજન્સીઓ સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશન દ્વારા પુરતા પ્રમાણમાં કામ નહીં કરી પ્રજાના (Corruption in Vadodara) રૂપિયાથી પોતાના ખિસ્સા ભરતા હોવાના આક્ષેપો કર્યાં હતા. કાઉન્સીલર આશિષ જોષીએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શનમાં ખુબ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના પુરાવા સાથે મેયર, મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો :લો બોલો, હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડાયું, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ

ખુલાસા સાથે પુરાવા - જેની તપાસ કરતા સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન અને ઓમ સ્વચ્છતા કોર્પોરેશન એજન્સી બન્ને કસુરવાર ઠેરાયાં હતા. જેમાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશન દ્વારા મે 2022માં કૂલ 38219 મીસ્ડ POI તેમજ 2.29 કરોડની પેનલ્ટી અને પશ્ચિમ ઝોનના જુના ડેટા ગુમ થવા બાબતે 7 દિવસમાં ખુલાસા સાથે જરૂરી પુરાવા રજુ કરવા નોટીસ ફટકારી છે. આમ, સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન દ્વારા મે 2022માં કૂલ 6537 મીસ્ડ POI તેમજ 40,40,800 ની પેનલ્ટી તેમજ પૂર્વ ઝોનના જુના ડેટા ગુમ થવા બાબતે 7 દિવસમાં પુરાવા સાથે ખુલાસો આપવા પાલિકાએ નોટિસ ફટકારી છે.

ABOUT THE AUTHOR

...view details