ગુજરાત

gujarat

ETV Bharat / city

Communal violence in Vadodara : વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ કરી ઝપાઝપી - વડોદરામાં પોલીસ સાથે અથડામણ

વડોદરામાં બે દિવસ પૂર્વે થયેલા બે કોમ વચ્ચેની અથડામણમાં (Communal Violence in Vadodara) રાયોટિંગના ગુના હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસ મદનઝાંપા પહોંચી હતી. જ્યાં બે શકમંદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, પરંતુ ટોળાએ ભેગા થઈ પોલીસ સાથે ઝપાઝપી (Scuffle with Police in Vadodara) કરી શકમંદોને છોડાવી લઈ ગઈ હતી.

Communal violence in Vadodara : વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ કરી ઝપાઝપી
Communal violence in Vadodara : વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ કરી ઝપાઝપી

By

Published : Apr 20, 2022, 1:27 PM IST

વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ રાવપુરા રોડ પર સામાન્ય અકસ્માતની ઘટના બાદ ભારે પથ્થરમારો (Stone Throwing in Vadodara) થયો હતો. જેમાં મંદિરની મૂર્તિને નુકશાન પહોંચાડી ખંડીત કરવામાં આવી હતી. તેમજ અસામાજિક તત્વો દ્વારા વાહનોને પણ નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના રાયોટિંગના બે ગુનાઓ નોંધ્યા હતા. જેમાં પોલીસે 20 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તપાસમાં ગયેલી પોલીસ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરતા ઘર્ષણ સર્જાયું હતું.

વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ કરી ઝપાઝપી

આ પણ વાંચો :Communal violence in Vadodara: રાવપુરામાં હિંસા મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19 કરી લોકોની ધરપકડ

ટોળું એકત્ર થતા ઘર્ષણના દ્રશ્યો - વડોદરામાં છેલ્લા બે દિવસથી શહેરની સુલેહ શાંતિને (Clashes with Police in Vadodara) ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. રાવપુરા રોડ બનેલી ઘટનાએ સમગ્ર શહેરની શાંતિ ભંગ કરી હતી. બનાવને પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. તો બીજી તરફ તોફાની તત્વોની પણ શોધખોળ હાથ ધરી હતી. જે સંદર્ભે મંગળવારે રાતે વાડી પોલીસની એક ટીમ મદનઝાંપા (Communal Violence in Vadodara) રોડ પર પહોંચી હતી. પોલીસને જોઇ સ્થાનિકો એક તબક્કે ચિંતામાં મુકાયા હતા. વિસ્તારમાં પહોંચેલી પોલીસની ટીમ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરતા ટોળું એકત્ર થયું અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ટોળાએ કરી ઝપાઝપી

આ પણ વાંચોઃદિલ્હીમાં હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, 9 લોકોની કરાઇ ધરપકડ

પોલીસનો મોટો કાફલો પહોંચ્યો - જો કે, નજીકમાં જ પોલીસ કાફલો હોવાથી અન્ય પોલીસ કર્મીઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં (Scuffle with Police in Vadodara) પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ, મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે DCP ઝોન - 3 યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરના હુકમની સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ (Police Patrolling in Vadodara) કરવામાં આવી રહ્યું છે. 11 વાગ્યા બાદ ચાલુ રહેતા લારી-ગલ્લા શાંતિપૂર્ણ રીતે બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન સામાન્ય ઘર્ષણ થયું હતું પરંતુ તે અંગે સામાન્ય થઇ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details