વડોદરા: સાવલી તાલુકાના ધનતેજ ગામ સહિત ગોઠડા ગામે 2 કોમના જૂથો દ્વારા સામસામે પથ્થરમારા (Stone Pelting In Savli Vadodara)ની ઘટના બની હતી. સાવલી પોલીસ સહિત જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓએ પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જે અનુસંધાને પ્રાંતઅધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ (Peace Committee meeting in Vadodara)ની મિટિંગ યોજાઈ હતી.
ગોઠડા ગામે 2 કોમના જૂથો દ્વારા સામસામે પથ્થરમારો થયો હતો. ગુનો નોંધી 8 તોફાનીઓની ધરપકડ કરી-રામનવમીબાદ સાવલી તાલુકાના ગોઠડા ગામે 2 કોમના ટોળા સામસામે (Communal violence in Savli) આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. જે બનાવને લઈ પોલીસે રાયોટિંગનો ગુનો (Rioting offense In Vadodara) નોંધી 8 તોફાનીઓની ધરપકડ કરી હતી. સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાવલી પોલીસ સહિત જિલ્લા પોલીસના નાયબ વડા (Deputy Chief of District Police Vadodara) સહિત વિવિધ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવી સરપંચ સહિતના આગેવાનો સાથે મિટિંગ યોજી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે કોમી હિંસા, ત્રણ ઈજાગ્રસ્ત
શાંતિસમિતીની મિટિંગ યોજી- સાવલી પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આરોપીઓને જેલભેગા કર્યા હતા. જે અનુસંધાને સાવલીના પ્રાંતઅધિકારી હિતેશ જોષીની અધ્યક્ષતામાં સાવલી તાલુકા કક્ષાની બેઠકનું આયોજન સાવલી તાલુકા સેવાસદન (Savli Taluka Sevasadan) ખાતે કરાયું હતું. વડોદરા ગ્રામ્યના નાયબ પોલીસવડા સુદર્શનજી વાળા, મામલતદાર અનિલ ભાટીયા, PSI પી.ટી.જયસવાલ સહિતના અધિકારીઓએ સાવલી નગરપાલિકા પ્રમુખ, સદસ્યો વિરોધપક્ષના સદસ્યો અને તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો, ગોઠડા સરપંચ, સાવલી નગર અને તાલુકાના અગ્રણીઓ સાથે તાલુકામાં બનેલી ઘટના બાબતે ચર્ચા કરી શાંતિ સમિતીની મિટિંગ યોજી હતી.
આ પણ વાંચો:શોભાયાત્રામાં જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, અનેક મોર્ચે પોલીસની તપાસ
સૂચનો પર કામ કરાશે- આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે (Communal Violence In Vadodara) બંને કોમના અગ્રણીઓને સાવચેતીના પગલાં બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા. નાયબ પોલીસવડા અને પ્રાંતઅધિકારીએ જનહિત માટે કરાયેલા વિવિધ સૂચનો અંગે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું.