વડોદરા: રાજ્ય સરકારમાંથી રૂપિયા 24.72 લાખની આર્થિક સહાય (loan for commercial pilot training in gujarat) મેળવી વડોદરાની યુવતીએ પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. વડોદરાની ખુશ્બુ પરમાર કોમર્શિયલ પાયલોટ (Commercial Pilot Vadodara) લાયસન્સ મેળવી યુવાઓ માટે પ્રેરણાદાયી બની છે.
પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં પૂર્ણ કર્યું સ્વપ્ન
વડોદરાના મધ્યમવર્ગના પરિવારમાં ઉછરેલી 28 વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારનું બાળપણથી આકાશમાં ઊડવાનું સ્વપ્ન હતું. ખુશ્બૂના નાનપણમાં જ પિતાનું અવસાન થયું હતું. નબળી આર્થિક પરિસ્થિતિ ખુશ્બૂના સપનાઓ સામે પહાડ સમાન હતી. જો કે કહેવત છે ને 'મન હોય તો માળવે જવાય' તેમ ખુશ્બૂ અને તેની માતાએ અથાગ પરિશ્રમ કર્યા હતા. ખુશ્બૂની માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે અને તેમને તેમની દીકરીના સ્વપ્નને તેમણે ઝાંખું પાડવા દીધું ન હતું. ખુશ્બૂએ ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કરી ગુજરાત સરકારની કોમર્શિયલ પાયલોટ લાયસન્સ યોજના થકી તેનું સ્વપ્ન સાકાર કરવા જોડાઈ ગઈ હતી.
આ પણ વાંચો:Unique protest to remove barricades : વડોદરામાં સામાજિક કાર્યકરોએ હાથ ધર્યું અનોખું અભિયાન
રાજ્ય સરકારે આપી 24.72 લાખની લોન
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે (department of social justice and empowerment gujarat) ખુશ્બૂનું પાયલોટ બનવાનું સ્વપ્ન સાકાર કરવા 24.72 લાખ રૂપિયાની લોન આપી હતી, જેની મદદથી ખુશ્બૂનું કોમર્શિયલ પાયલોટ બનવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સ્વપ્ન સાકાર થયું હતું. હાલમાં ખુશ્બૂ એક નામાંકિત કંપનીમાં આસિસ્ટન્ટ પાયલોટ છે.
ખુશ્બૂનું કોમર્શિયલ પાયલોટ બનવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સ્વપ્ન સાકાર થયું. શું છે સરકારની યોજના?
ગુજરાત સરકારની કોમર્શિયલ પાયલોટ લાયસન્સ યોજના (Commercial Pilot License Scheme gujarat) અંતર્ગત અનુસૂચિત જાતિના યુવાઓને નબળી આર્થિક પરિસ્થિતિમાં મદદ કરી તેજસ્વી વિધાર્થીઓને સમાન તક આપે છે. કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ હાયર સેકન્ડરી અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. આ વિદ્યાર્થોઓને ટ્રેનિંગ અર્થે ગુજરાત સરકાર દ્વારા 25 લાખની લોન 4 ટકા વ્યાજ દરે આપવામાં આવે છે. લાભાર્થીએ તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં 5 વર્ષ સેવા આપવાની હોય છે. લાભાર્થીને લોન ચૂકવણી થયાના એક વર્ષ બાદ લોનની વસૂલાત (Loan recovery for Commercial Pilot training in gujarat) કરવામાં આવે છે.
આ પણ વાંચો:Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ