- વડોદરા શહેર અને જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરી શરૂ
- ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ કામગીરી શરુ
- આગામી 4 રવિવાર દરમિયાન થશે સંક્ષિપ્ત સુધારણાની કામગીરી
- નવા મતદારોમાં મતદાન સુધારણા કાર્યક્રમને લઇને ઉત્સાહ
વડોદરા: શહેર અને જીલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરી ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશ અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ રવિવારથી ચાલુ કરવામાં આવી છે. જે કામગીરી આગામી ત્રણ રવિવાર દરમિયાન પણ કરવામાં આવશે.
વડોદરા શહેર અને જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરી શરૂ 22 નવેમ્બરથી 4 રવિવારના દિવસોમાં મતદાન મથક ઉપર સુધારણા કાર્યક્રમ બંધારણીય મતાધિકારનો ઉપયોગ પુખ્ત વયના યુવક-યુવતીઓ કરી શકે તેમજ ચૂંટણી કાર્ડમાં રહેલી ખામીઓ સહિતની ક્ષતિઓ દૂર કરી શકાય તેના હેતુસર ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે કાર્યક્રમ અંતર્ગત 22 નવેમ્બરથી પહેલી જાન્યુઆરી દરમિયાન આવનાર 4 રવિવારના દિવસોમાં નજીકના મતદાન મથક ઉપર મતદાન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.
મતદાન સુધારણા કાર્યક્રમમાં નવા મતદારોએ લાભ લીધો
મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે જે તે વિસ્તારના મતદાન મથકો પર મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી.રવિવારે હાથ ધરવામાં આવેલા મતદાન સુધારણા કાર્યક્રમનો મોટી સંખ્યામાં મતદારોએ લાભ લીધો હતો. જેમાં પણ ખાસ કરીને નવા મતદારો કે જેમની ઉંમર 18 વર્ષની થઈ છે તેવા મતદારોમાં મતદાન સુધારણા કાર્યક્રમને લઇ ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી ત્રણ રવિવારોએ પણ મતદાન મથકો ખાતે મતદારોની નામ નોંધણી અને સુધારા સહિતના કામો માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.