વડોદરા : વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે 10 વાગ્યે કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઇ હતી. તમામ પોલીસ જવાનોના જીવ પડીકે બંધાયા હતા. સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકી અને સુનીલ પરમારે પોલીસ સ્ટેશન પહોંચીને રાત્રે સાપને રેસ્ક્યૂ કર્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં નવાયાર્ડ ડી-કેબિન ખાતે પણ કોબ્રા સાપ રેસ્ક્યૂ કર્યો હતો.
વડોદરામાં પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યો કોબ્રા - Vadodara Sama police station mathi cobra sap nu rescue
વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે 10 વાગ્યે કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઇ હતી. તમામ પોલીસ જવાનોના જીવ પડીકે બંધાયા હતા. સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકી અને સુનીલ પરમારે પોલીસ સ્ટેશન પહોંચીને રાત્રે સાપને રેસ્ક્યૂ કર્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં નવાયાર્ડ ડી-કેબિન ખાતે પણ કોબ્રા સાપ રેસ્ક્યૂ કર્યો હતો.
વડોદરા : પોલીસ સ્ટેશનમાં નીકળ્યો કોબ્રા
બંને કોબ્રાને વન વિભાગના સોંપ્યા હતા. પોલીસકર્મીઓ અને અને ડી-કેબીનના રહીશોએ સામાજિક કાર્યકરોનો આભાર માન્યો હતો. રાત્રે કોબ્રા નિકળ્યો તે સમયે પીએસઓ દલપતસિંહ સહિત 2 જવાનો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તેઓએ જ સામાજિક કાર્યકરોને બોલાવીને કોબ્રા રેસ્ક્યૂ કરાવ્યો હતો.