ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના કરખડીમાં સીએમે કરાવ્યો હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ - કરખડીમાં હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્ર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે.

વડોદરાના કરખડીમાં સીએમે કરાવ્યો હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ
વડોદરાના કરખડીમાં સીએમે કરાવ્યો હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ

By

Published : Sep 6, 2021, 8:32 PM IST

  • સીએમ રુપાણીઃ ગુજરાત દેશનું મેન્યુફેકચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી કેપિટલ બન્યું
  • સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદાનો પ્રબંધ કર્યો છે
  • સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે

વડોદરાઃ મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત દેશનું મેન્યુફેકચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ કેપિટલ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે. પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે

આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે

ઈન્ડીયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દ્રષ્ટિએ ત્રીજા નંબરે અને કોસ્ટ મૂલ્યની દૃષ્ટિએ 13માં ક્રમે મોટું માર્કેટ છે. આપણા ફાર્માસ્યુટિકલ ઊદ્યોગે સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ પ્રદાન કરવાની વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે.વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું ‘ મેઇક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે, ત્યારે અમી લાઇફ સાયન્સીસ આ નેમને સાકાર કરતાં 40થી વધુ એકટીવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર કરે છે.

પરદેશમાં ગુજરાતની ફાર્મા કંપનીઓને દબદબો

યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એકસપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનેરીક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાત રોજગારી આપવા સમગ્ર દેશમાં મોખરે છે અને બિનગુજરાતીઓને પણ ગુજરાત મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યું છે. દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે 39 બિલિયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી 50 ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેકટરનો 33 ટકા હિસ્સો ગુજરાત આપે છે.ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની પ્રતિબદ્ધતા સાકાર થઇ છે

આત્મનિર્ભર ભારત –આત્મનિર્ભર ગુજરાતનો લક્ષ્યાંક

તબીબી ઉપકરણો અને દવા ઊદ્યોગમાં પાર પાડવા રાજકોટ નજીક મેડીકલ ડિવાઇસીસ પાર્ક અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પ્રોડકશન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં જી.આઇ. ડી.સી ના માધ્યમથી ઉદ્યોગો માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી છે જેને પરિણામે ગુજરાત આજે વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટીનેશન બન્યું છે. કોંગ્રેસના 45 વર્ષના શાસનમાં ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી. હવે અનેક નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પેટ્રોલીયમ, મરીન,ફોરેન્સિક સાયન્સ, રક્ષા શક્તિ જેવી સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદાનો પ્રબંધ કર્યો છે.

શોધ યોજના દ્વારા વિદ્યાર્થીઓને સંશોધનક્ષેત્રે કારકિર્દી નિર્માણને પ્રોત્સાહન આપ્યું

વિશ્વ આખું આજે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે કોરોના જેવા આવા રોગો સહિત કેન્સર , ડાયાબિટીસ ,ક્રોનિક અને અસાધ્ય રોગ માટેની દવાઓ આપણા ફાર્માસ્યુટિકલ સેકટરના આર એન્ડ ડીથી દેશ અને દુનિયાને મળી છે. કોરોના સામેની વેકસીન ગુજરાતના ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે એનું પણ આપણે ગૌરવ લઇ શકીએે. સદીમાં એકાદવાર જોવા મળતી કોરોના જેવી મહામારી દરમ્યાન પણ ગુજરાતના ફાર્મા ઊદ્યોગોએ ફાર્માસ્યુટિકલ પ્રોડકશન હબ તરીકે આગવું પ્રદાન કર્યું છે. ગુજરાતમાં વિવિધ ફાર્મા કંપની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ માટેના રિસોર્સીસ પણ વિકસાવી રહી છે. આજે હવે એમાં એક વધુ નામ અમી લાઇફ સાયન્સીસનું ઉમેરાયું છે. નવા રોગો અને તેની સામે નવી દવાઓના ઉત્પાદનમાં વપરાતા મોલેકયુલ્સ ઉપર અમી લાઇફ સાયન્સના આજથી કાર્યરત થયેલા આર એન્ડ ડી સેન્ટરમાં થનારું સંશોધન વિશ્વની માનવજાત માટે ઉપયોગી અને જીવનરક્ષક બનશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં વધારો, 9.61 લાખ કર્મચારીઓને લાભ મળશે

આ પણ વાંચોઃ ગાંધીનગર મ.ન.પા સહિત 29 નગરપાલિકાઓની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર, જાણો ક્યાં ક્યારે યોજાશે મતદાન

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details