ગુજરાત

gujarat

ETV Bharat / city

CM Bhupendra Patel in Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે આ ગામના લોકોને આપી સરપ્રાઇઝ, લીધી ઓચિંતી મુલાકાત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Vadodara) અચાનક વડોદરાના સુખાલીપુરા ગામની મુલાકાતે પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાન રાજ્યના મુખ્ય સચિવ સાથે અમદાવાદથી વહેલી સવારે સુખાલીપુરા પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાને ગ્રામીણ ખેડૂતો માતા-બહેનો સાથે સંવાદ કર્યો હતો અને વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું.

CM Bhupendra Patel in Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે આ ગામના લોકોને આપી સરપ્રાઇઝ, લીધી ઓચિંતી મુલાકાત
CM Bhupendra Patel in Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે આ ગામના લોકોને આપી સરપ્રાઇઝ, લીધી ઓચિંતી મુલાકાત

By

Published : Mar 25, 2022, 5:03 PM IST

વડોદરા: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Vadodara)ના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના સુખાલીપુરા (sukhalipura Village vadodara)ના ગ્રામજનોને શુક્રવારે સવારે થયો હતો. સુખાલીપુરા ગામમાં હજુ તો લોકો પોતાની દિનચર્યા શરૂ કરે ત્યાં સુધીમાં તો તેમને એક સુખદ આશ્ચર્યનો અનુભવ થયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ (Chief Secretary of Gujarat) પંકજકુમાર સાથે અમદાવાદથી મોટર માર્ગે સુખાલીપુરા ગામે પહોંચ્યા હતાં.

સહજ વાતચીત-સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી.

વીજળી-પાણી જેવી સુવિધાઓ અંગે વાતચીત કરી- ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા (CM Bhupendra Patel Sukhalipura Visit) ગામે આવેલા જોઇ ગ્રામજનો અચંબામાં પડી ગયા હતાં. મુખ્યપ્રધાને પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણ ખેડૂતો (Bhupendra Patel interaction With Farmers), માતા-બહેનોના ઘરઆંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત-સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી હતી. તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી (Water Facilities In Vadodara District), વીજળી (Power Supply In Vadodara District) જેવી પાયાની સુવિધાઓ અંગે વાતચીત કરી હતી.

મુખ્યપ્રધાન સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા.

આ પણ વાંચો:Sujlam suflam yojna 2022: રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ યોજના શરૂ, 75 દિવસ ચાલશે કાર્યક્રમ

ગામમાં વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું- તો રાજ્યના મુખ્યપ્રધાને શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી. મુખ્યપ્રધાન સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ (Inspection of development works By CM) કર્યું હતું. એટલું જ નહીં, મુખ્યપ્રધાને આંગણવાડી કેન્દ્રમાં પણ જઇને આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરી નંદઘરમાં અપાતી સુવિધા, પોષક આહાર, રમકડાં, અભ્યાસ સામગ્રી વિશે પૂછપરછ કરી જાણકારી મેળવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે વાત કરી- મુખ્યપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના (pradhan mantri awas yojana)ના લાભાર્થી એવા વિઠ્ઠલભાઇ મોતીભાઇ વણકરને યોજના અંગે વાતચીત કરી હતી. યોજનામાં મળવાપાત્ર રકમ સમયસર મળી રહે છે? મકાનનું કામ સારી રીતે થયું છે? પાકા મકાનમાં રહેવાની મજા આવે છે? સહિતની બાબતોની જાણકારી મુખ્યપ્રધાને મેળવી હતી. ગામમાં 20 ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. મુખ્યપ્રધાન સુખાલીપુરા ગામના પાદરમાં તળાવના કિનારે મૂકાયેલા બાંકડા ઉપર બેસી ગયા હતા અને એક BPL રાશનકાર્ડ ધારક સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પૂરતુ રાશન મળે છે કે કેમ? સમયસર દુકાન ખુલે છે? કયું રાશન આપે છે? આ બાબતની જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો:રાજસત્તા અને ધર્મ સત્તાનું માર્ગદર્શન સતત મળતું રહે છે તે આપણી વિશેષતા છે : CM ભૂપેન્દ્ર પટેલ

સરપંચને કહ્યું- મારે ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતી- આ દરમિયાન સરપંચ નવનિતભાઇને જાણ થતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને વાતવાતમાં કહ્યું હતું કે, સાહેબ તમે આવવાના છો તેની જાણ કરી હોત તો સારૂ થાત. મુખ્યપ્રધાને સ્મિત સાથે સહજતાથી સરપંચને કહ્યું કે, જો તમને જાણ કરી હોત તો તમે બધી તૈયારી કરી રાખી હોત. મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિ (Ramnath Kovind Jamnagar Visit)ને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મોટરમાર્ગે નિરીક્ષણ મુલાકાતનો નિર્ણય કર્યો અને કોઇનેય જાણ કર્યા વિના અમદાવાદ, વડોદરા હાઇ-વે પર થઇને સુખાલીપુરા પહોંચી ગયા હતા.

CMનો ગ્રામીણ નાગરિકો સાથેનો ઉષ્માપૂર્ણ વ્યવહાર- મુખ્યપ્રધાને વડોદરાના એકતાનગરની પણ મુલાકાત લીધી હતી અને અહીં રહેતા નાગરિકો પાસેથી વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાનનો સાદગી, સહજતા અને ગ્રામીણ નાગરિકો સાથેનો ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઇને ગ્રામજનોના મુખ પર પોતીકી સરકારના પોતાના મુખ્યપ્રધાનનો સંતોષ દેખાતો હતો.

ABOUT THE AUTHOR

...view details