- નગર.પ્રા.શિ.સમિતિ દ્વારા શાળાઓના નવીન વર્ગખંડ અને નવા મકાનોની કામગીરીનું પ્રારંભ
- શ્રેષ્ઠ શિક્ષણ સાથે પાયાની સુવિધા આપવા શિક્ષણ સમિતિ સજ્જ થઈ
- બાલશ્રી એવોર્ડ વિજેતા તથા ખોખો પ્લેયરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
વડોદરા :નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવીન વર્ગખંડોનું લોકાર્પણ તથા નવીન શાળાની ઇમારતોની કામગીરીનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.નગર પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમની પણ શરૂઆત કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનું ઝડપભેર આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે.શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ સાથે બાળકોને પાયાની સુવિધા મળે તે દિશામાં કાર્યરત છે તેમજ સમિતિમાં અંગ્રેજી માધ્યમની પણ શરૂઆત કરવા પ્રયત્નશીલ છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ગખંડોનું ખાતમુર્હત કરાયું શિક્ષણ સમિતિ દ્વારા ડીજીટલાઇઝેશન સાથે શિક્ષણમાં વધુ સુદ્રઢતા આવે તેવો પ્રયાસ કરાયો
ત્યારે આજરોજ વારસિયા રિંગરોડ સ્થિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સમિતિના ચેરમેન દિલીપ સિંહ ગોહિલ ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ શાસન અધિકારી ધર્મેન્દ્ર સિંહ ચુડાસમાની હાજરીમાં બાલશ્રી એવોર્ડ વિજેતા તરુણ મૂર્તિકાર પ્રાણેજ ધાડગે તથા ખોખો પ્લેયર કમલેશ રાઠોડના હસ્તે અંગ્રેજી માધ્યમના 4 નવીન વર્ગખંડો તેમજ 6 નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક શાળાની ઈમારતોના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.ઉલ્લેખનીય છે કે, સરકારી શાળામાં પણ હવે એનપીએસએસ વડોદરા એપ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ શાળાઓમાં શિક્ષણ તથા પરીક્ષા મટીરીયલ ઉપલબ્ધ કરાવાશે.આમ સમિતિ પણ ડીજીટલાઇઝેશન સાથે શિક્ષણમાં વધુ સુદ્રઢતા આવે તેવો પ્રયાસ કરી રહી છે.