- વૉર્ડ નંબર 18માં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના કાઉન્સિલર
- પીવાનું ચોખ્ખું પાણી મળતું નથીઃ સ્થાનિક
- વૉર્ડ નંબર 18માં પ્રાથમિક સુવીધાઓનો અભાવ
વડોદરાઃ શહેરમાં કોર્પોરેશનના વોર્ડ નંબર 18માં માંજલપુર, જીઆઈડીસી કોલોની, માણેજા સહિતના વિસ્તારની સોસાયટીઓનાનો સમાવેશ થાય છે. તેમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના કાઉન્સિલર છે. જેમાં ભાજપના કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ ગાર્ગી દવે અને કોંગ્રેસના ચિરાગ ઝવેરી છે.
વોર્ડ નંબર 18માં શું છે સમસ્યાઓ?
વડોદરા શહેરના કોર્પોરેશન વોર્ડ નંબર 18 માં 5 વર્ષની અંદર વિસ્તારના કયા વિકાસના કામો થયા છે અને કયા કામો બાકી છે તેને લઈને સ્થાનિકોએ ETV ભારત સાથે ચર્ચા કરી હતી. વોર્ડ નંબર 18માં માંજલપુર વિધાનસભા તેમાં રાજ્યપ્રધાન યોગેશ પટેલ ત્યાના ધારાસભ્ય છે. આ વોર્ડમાં માજલપુર વિસ્તાર જીઆઇડીસી કોલોની વિસ્તાર વડસર માણેજા સહિતની સોસાયટીઓનો સમાવેશ થાય છે. વોર્ડમાં પ્રાથમિક સમસ્યાની વાત કરીએ તો પીવાનું ચોખ્ખું પાણી નાગરિકોને મળતું નથી. નાગરિકોએ તેનો ઉકેલ આવે તેવુ જણાવ્યું હતું. નાગરિકોએ જણાવ્યું કે, પાણીની લાઈન જેનેટમાં થાય છે તે લાઈન જો નવી નાખવામાં આવે તો નાગરિકોને ચોખ્ખું પાણી મળી શકે તેમ છે. વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. કચરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ છે, ત્યારે કોર્પોરેશનની જે ડોર ટું ડોર કચરાની ગાડી ફરે છે તે સોસાયટીની અંદર વ્યવસ્થિત રીતે જો કચરો લઈ જાય તો આ ગંદકીની સમસ્યા પણ દૂર થઇ શકે તેમ છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
શાસક પક્ષના કાઉન્સીલરો અમારી કોઈ પણ રજૂઆતો સાંભળતા નથીઃ સ્થાનિક
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષની અંદર શાસક પક્ષના ભાજપના કાઉન્સીલરો અમારી કોઈ પણ રજૂઆતો સાંભળતા નથી. અમે કોઈ પણ રજૂઆત લઈને જઈએ તો અમારું કામ કરતા નથી. જ્યારે ચિરાગ ઝવેરી શાસક પક્ષમાં નથી પરંતું વિપક્ષમાં છે અમે જ્યારે એમની પાસે કોઈ પણ રજૂઆત લઈને જઈએ ત્યારે તેઓ અમારી વાત સાંભળે છે અને કોર્પોરેશનમાં લાગતા વળગતા અધિકારીઓને પણ રજૂઆત કરે છે. પાંચ વર્ષની અંદર આ વોર્ડમાં પ્રાથમિક સુવિધા અને ચોખ્ખું પાણી નાગરિકોને શાસક પક્ષના કાઉન્સલર કોર્પોરેશન આપી શકયુ નથી. ત્યારે ચિરાગ ઝવેરીની જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ કોંગ્રેસના ચિરાગ ઝવેરી ભાજપમાં જોડાવાના હતા, ત્યારે ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે વિરોધ કરતા ભાજપમાં તેમનો પક્ષપલટો થઇ શકયો ન હતો. હવે જોવાનું છે કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં નાગરિકો વોર્ડ નંબર 18માં કોને મત આપે છે.
વૉર્ડ 18 ના નાગરિકોએ કર્યા કોર્પોરેશનના કાઉન્સિલર સામે આક્ષેપો