ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં નવો વળાંકઃ CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા - sheikh babu tortured by police

વડોદરાના ચકચારી શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઇમને તપાસમાં એક મોટી સફળતા હાથ લાગી છે. ગોરવા-ગંગાનગર પાસેથી પસાર થતી કેનાલના ગેટ નંબર બે પર ફાયરબ્રિગેડ તથા અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાતા માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા. જે શેખ બાબુના હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા
વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા

By

Published : Oct 20, 2020, 7:42 PM IST

  • શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં નવો વળાંક
  • CID ક્રાઇમને કેનાલમાંથી મળ્યું માનવ-કંકાલ
  • અવશેષો FSLને મોકલાયા

વડોદરા: શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસ મામલે CID ક્રાઇમ દ્વારા વહેલી સવારથી જ ફાયરબ્રિગેડ વિભાગ તથા અન્ય એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ગોરવા-ગંગાનગર પાસેથી પસાર થતી કેનાલ ખાલી કરાવવામાં આવી હતી અને તેમાં માણસો દ્વારા તપાસ કરાવાતા માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા.

વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા

મૃતદેહના મળ્યા સગડ

સમગ્ર વડોદરાશહેર અને પોલીસ બેડામાં ચકચાર મચાવનારા શેખ બાબુ હત્યા કેસમાં જે પોલીસકર્મીઓ આરોપી છે તેઓ હાલ જેલમાં છે. પરંતુ શેખ બાબુના મૃતદેહ અંગે કોઇ વિગતો મળી ન હતી. જો કે માનવ કંકાલ મળી આવતા હવે આ હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે અને CID ક્રાઇમે આરોપી પોલીસ અધિકારીઓએ શેખ બાબુની હત્યા બાદ મૃતદેહનો નિકાલ કેનાલમાં કર્યો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખી કામગીરી શરૂ કરી છે.

વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા
અન્ડરવોટર કેમેરાની મદદથી સામે આવી વિગતો

ફતેહગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલી કેનાલમાં વહેલી સવારથી જ પોલીસ, વડોદરા ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટ તથા SDRF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અન્ડરવોટર કેમેરાની મદદથી બાબુના મૃતદેહની ભાળ મેળવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગોરવા ગંગાનગર ગેટ નંબર-૨ પાસે પ્રથમ દ્રષ્ટિએ માનવ કંકાલના અવશેષો મળ્યા હોવાનું કેમેરામાં કેદ થયું હતું. જે અંગે ફાયરના જવાનોએ CID ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી.

CID ક્રાઇમના અધિકારીઓએ કરી કાર્યવાહી

કંકાલના અવશેષો મળ્યા હોવાની જાણ થતાં જ CID ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. કંકાલના અવશેષોમાં કરોડરજ્જુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ કેમેરામાં ઝડપાયું હતું. જો કે આ અવશેષો માનવના છે કે પછી કોઇ અન્ય પ્રાણીના તે ચકાસવા કંકાલના અવશેષોને બહાર કાઢી સ્થળ પર જ તેની FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકાસણી બાદ જ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.

વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા

શું છે સમગ્ર મામલો?

ગતવર્ષ 10 ડિસેમ્બરે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેહગંજ પોલીસ સ્ટેશનના પંકજ સહિત 3 પોલીસકર્મીઓ શેખ બાબુને પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલીન PI, PSI અને ચાર LRD એ શેખ બાબુને કમ્પ્યુટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર માર્યો હતો. જેમાં તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને 9 મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમજ અત્યાર સુધી શહેરના ACP કક્ષાના તમામ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ પોલીસને હજુ સુધી કશું હાથ લાગ્યું ન હતું. હવે માનવ કંકાલના અવશેષો મળી આવતા રહસ્ય પરથી પડદો ઉચકાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details