- 10 પથારીનું પિડીયાટ્રીક કોવિડ યુનિટ સારવારમાં થયું ઉપયોગી
- એક કોવિડ બાળ દર્દીની સારવાર સાડા ત્રણ સપ્તાહથી વધુ સમય સુધી ચાલી
- ઘરમાં વડીલો કોરોના સંક્રમિત હોય તો બાળકોને તેમના સંપર્કથી દુર રાખવા જોઈએ: ડો.શીલા ઐયર
વડોદરા: જિલ્લાની સયાજી હોસ્પિટલ અને સદનસીબીનો પ્રાસ બેસાડીએ તો બાળ રોગ વિભાગમાં બાળ સંક્રમણના અસર જણાતા જ 10 પથારીની પિડીયાટ્રીક કોવિડ ફેસિલીટી બાળ રોગ વિભાગમાં ઊભી કરવામાં આવી છે. જે 23 જેટલા વધુ પડતાં સંક્રમિત બાળકોની સઘન ઇન્ડોર સારવારમાં ખૂબ ઉપયોગી નીવડી લાંબામાં લાંબી સારવારની વાત કરીએ તો વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા એક બાળકની સારવાર લગભગ સાડા ત્રણ સપ્તાહ કરતાં પણ વધુ લાંબી ચાલી પરંતુ એ બાળક આખરે સ્વસ્થ થતાં સહુને ભગવાને બોનસ આપ્યું હોય એવી પ્રતીતિ થઈ હતી.
આ પણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત
ઓછા લક્ષણો ધરાવતા બાળકોને ઘરે સારવાર હેઠળ મૂકાયા
કોવિડ ઓપિડીમાં ચેપની સંભાવના વાળા કુલ 135 બાળકોના નિદાન દરમિયાન 71 નેગેટિવ જણાયા અને 64 પોઝિટિવ પૈકી 41 બાળકો ખૂબ ઓછા લક્ષણો ધરાવતા હોવાથી ઘર સારવાર હેઠળ મૂક્યા છે. એવી જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું કે, બાકીના 23 બાળકોને વધુ લક્ષણો અને સહ રોગો હોવાથી અંદરના દર્દી તરીકે અમારા વિશેષ એકમમાં દાખલ કરીને સઘન સારવાર આપવાની જરૂર પડી છે. આ પૈકી બે બાળકો જે વિવિધ સહ રોગોથી પણ પીડાતા હતા. તેમની જિંદગી ખૂબ જહેમત કરવા છતાં ન બચાવી શકાય, જ્યારે 21 બાળકોને અમે સ્વસ્થ અને હેમખેમ ઘેર મોકલી શક્યા છે.
બે દિકરીઓ ઘરે સારવાર હેઠળ સાજી થઈ
વધુમાં જણાવ્યું કે, ઓછા લક્ષણો વાળા બાળકો મોટેભાગે શરદી-ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હતા. જેમની ઘર સારવાર શક્ય બની છે. ઘરે સારવારની ભલામણ કરવામાં આવી તે પૈકી પાછળથી એક કે બે બાળકોને દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે દાખલો આપતાં જણાવ્યું કે, મનોજભાઈ નગરશેઠના ત્રણ બાળકો સંક્રમિત થયાં એ પૈકી દોઢેક વર્ષના બાળકને દાખલ દર્દી તરીકે સારવાર આપવી પડી છે. જ્યારે બે દીકરીઓ ઘરે સારવાર હેઠળ સાજી થઈ ગઈ છે.