વડોદરાવડોદરાના શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં બાળકો ઉઠાવી ( Child trafficking incident )જવાના આરોપમાં એક યુવતી અને એક યુવાનને સ્થાનિક લોકોના ટોળાએ ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દરમિયાન પોલીસ આવી જતાં ગંભીર ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના ( Child trafficking incident in Ektanagar Rumor ) નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેને લઈ સમગ્ર મામલો બપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ટોળા દ્વારા યુવક અને મહિલાને માર મારવાનો મામલે બાપોદ પોલોસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બાળચોરીની શંકાનાં આધારે ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મહિલા અગાઉ એકતાનગરમાં ભરતકામ કરતી મનીષા પ્રજાપતિ પર શંકાના આધારે ( Child trafficking incident in Ektanagar Rumor ) હુમલો કરાયો હતો. દરમ્યાન યુવક મહિલાની મદદ કરવા જતા ટોળાએ યુવકને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને ભારે જહેમતે બાદ ટોળું વિખેરાયું હતું. ભોગ બનનારને પોલીસે બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.