ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા

રાજ્યમાં હાલ કોરોના કેસ પર અંકુશ આવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે SSG હોસ્પિટલના સત્તાધીશો અને મુખ્ય તબીબો સાથે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચા કરી હતી.

મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા
મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા

By

Published : Jul 24, 2021, 5:05 PM IST

  • કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર એક્શનમાં
  • આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરામાં
  • SSG હોસ્પિટલના સત્તાધીશો સાથે કોરોનાને લઈને કરી ચર્ચા

વડોદરા : રાજ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે SSG હોસ્પિટલના અધિક્ષક અને મુખ્ય તબીબો સાથે કોરોનાની આગામી ત્રીજી લહેરને લઈને હોસ્પિટલની તૈયારીઓ તેમજ ઉપલબ્ધ સુવિધાઓની ચર્ચા કરી હતી.

મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા

જરૂર પડે સામાજિક અને ખાનગી સંસ્થાઓના હોલ ભાડે લેવાશે

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકાર તૈયાર છે. જરૂર પડશે તો સામાજિક અને ખાનગી સંસ્થાઓના હોલ પણ લેવાની સરકારની તૈયારી છે.

ABOUT THE AUTHOR

...view details