ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં મીઠાઇ-ફરસાણની દુકાનોમાં ફુડ વિભાગનું ચેકિંગ, અખાદ્ય ખોરાકનો નાશ - etv bharat gujarat

વડોદરામાં 55 દિવસના લોકડાઉન બાદ શરૂ થયેલી ફરસાણ-મિઠાઇની દુકાનોમાં સંચાલકો જૂનો માલ ન વેચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અખાદ્ય મીઠાઈ અને ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા
વડોદરા

By

Published : May 21, 2020, 12:17 AM IST

વડોદરા: 55 દિવસના લોકડાઉન બાદ વેપાર-ધંધા શરૂ થયા છે. જેમાં ફરસાણ અને મીઠાઇની દુકાનો પણ શરૂ થઇ ગઇ છે. મિઠાઇ-ફરસાણની દુકાનોના સંચાલકો જૂનો માલ ન વેચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

કેટલાક દુકાનદારોએ જુનો માલ વેચવાનું શરૂ કરતા આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ-ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જૂનો માલ ન વેચવાની સૂચના આપવામાં આવી છે. 55 દિવસના લોકડાઉન બાદ શરૂ થયેલી ફરસાણ-મિઠાઇની દુકાનોમાં બે માસનો જૂનો માલ પડ્યો છે.

મંગળવારથી દુકાનો શરૂ કરનાર દુકાનદારોને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જૂનો માલ ન વેચવાની સૂચના આપવામાં આવી છે. ફરસાણ-મીઠાઇની દુકાનદારો દ્વારા જુના માલનો નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં, તેની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

કેટલાક દુકાનદારો દ્વારા જૂનો માલ વેચવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય અધિકારી જીતેન્દ્ર ગોહિલની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન કેટલાક દુકાનદારો દ્વારા જૂનો માલ વેચવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફરસાણ અને મીઠાઇ સહિતની ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો.

વડોદરામાં કોરોના વાઈરસની મહામારીએ માઝા મુકી છે. ગરમીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વડોદરા શહેરમાં ફરસાણ-મીઠાઇના દુકાનદારો દ્વારા વાસી ચિજવસ્તુઓનું વેચાણ શહેરીજનોના આરોગ્ય માટે ખતરારૂપ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details