- વડોદરામાં મીઠાઈ તેમજ ફરસાણ ઉત્પાદક તથા વિક્રેતાઓને ત્યાં દરોડા
- ચેકિંગ દરમિયાન અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો
- દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
વડોદરાઃ ગણેશોત્સવ તેમજ વડોદરા શહેરમાં વકરી રહેલા રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં મીઠાઈ તેમજ ફરસાણ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઉત્પાદક તથા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
33 સેમ્પલ લેવામાં આવ્યાં
દુકાનો, 15 હોટલ રેસ્ટોરન્ટ અને 180 લારીઓ તેમજ 6 દૂધ કેન્દ્રો અને પાર્લરમાં ચેકિંગ કરી 33 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. જ્યારે 283 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઇ-ફરસાણનું વેચાણ કરતા ઉત્પાદક, મોલ, મીઠાઇ-ફરસાણની દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્યચીજોની લારીઓમાં ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ વિસ્તારોમાં કરાયું ઇન્સ્પેક્શન
દરમિયાન કારેલીબાગ, અલકાપુરી, સમા રોડ, ફતેગંજ, માંજલપુર, મકરપુરા, ચોખંડી, એસ.ટી.ડેપો, ઓ.પી.રોડ, ઇલોરા પાર્ક, દિવાળીપુરા, ઉમા ચાર રસ્તા, વારસીયા, માંડવી, ચાંપાનેર દરવાજા, આજવા રોડ, હરણી રોડ, વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ વગેરે વિસ્તારોમાં ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.