સામાન્ય રીતે આ ચાંદીપુરમ વાઈરસ ૯ માસથી લઈને ૧૪ વર્ષના બાળકામાં વધુ જોવા મળે છે. મધ્ય ગુજરાતમાં વધુ એક વખત ચાંદીપુરમ વાઈરસે દેખા દીધી છે. જોકે ચાંદીપુરમ વાઈરસનું ટેસ્ટિંગ પુણે ખાતે કરવામાં આવે છે. આ કેસમાં રાજયનું આરેગ્ય વિભાગ ચાંદીપુરમ વાઈરસનું ટેસ્ટ કરી શકતું નથી, માટે આ ટેસ્ટને પુણે ખાતે લેબોરાટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે. જો કે, આ કેસમાં ચાંદીપુરમ વાઈરસ પોઝીટીવ આવ્યો હતો.
વડોદરામાં ચાંદીપુરમ વાઈરસની દેહશત, ૫ વર્ષીય બાળકીનું મોત - chandipuram virus
વડોદરાઃ ચોમાસાની સિઝનમાં વરસાદ ખાબક્યા બાદ હવે સ્માર્ટ સિટીની હરણફાળ દોડમાં આગળ વધી રહેલુ વડોદરા શહેર હાલ રોગચાળાના ભરડામાં સપડાયું છે. પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસે દેખા દેતા દેહશત જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં 5 વર્ષની બાળકીનું ચાંદીપુરમ વાઈરસથી મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
વધી રહેલા રોગચાળાને લઈને તંત્ર નિષ્ફળ દેખાઈ રહ્યુ છે. તંત્ર દ્વારા રોગચાળાને પગલા લેવામાં આવે છે, પરંતુ આરોગ્ય ખાતાના દરેક પગલા નિષ્ફળ થઈ રહ્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, ચોમાસા બાદ પીવાના પાણી દૂષિત થતા રોગચાળાએ માથું ઊંચક્યું છ, .ત્યારે હવે ચાંદીપુરમ વાઈરસને કારણે એક મોત થયા બાદ હવે આરોગ્ય વિભાગ સફાળુ જાગે તો આ વાઈરસ પર નિયત્રંણ મેળવી શકાય અને અન્ય કોઈનો ભોગ આ વાઈરસના લે તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવા જરૂરી છે.