ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીનો પ્રારંભ કરાયો - mahatma gandhi

સમગ્ર રાષ્ટ્રમાં જ્યારે વડાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' ક્રાર્યક્રમની શરુઆત કરાવાઈ છે ત્યારે વડોદરા શહેરમાં પણ રાજ્યસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.

વડોદરા
વડોદરા

By

Published : Mar 14, 2021, 10:39 AM IST

Updated : Mar 14, 2021, 3:32 PM IST

  • દેશની આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર વર્ષ દરમિયાન ઉજવણી કરવાનો પ્રારંભ
  • યુવાનોમાં દેશની આઝાદી અંગે ચિંતન ઉભુ થવું જરૂરી : રાજેન્દ્ર ત્રિવેદી
  • પાલિકાના હોદ્દેદારોની નિમણુંક બાદ આ પ્રથમ સરકારી કાર્યક્રમ

વડોદરા:દેશની આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર વર્ષ દરમિયાન ઉજવણી કરવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાઓને આજે યાદ કરવાનો અવસર છે. અંગ્રેજોએ જે રીતે મીઠા પર કર નાંખ્યો હતો. જે બાદ દાંડીયાત્રા યોજવાની એક વિચારધારા ગાંધીબાપુના મનમાં આવી હતી, તે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન સાબરમતીથી દાંડી સુધીની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહિદોએ માત્ર સ્વાતંત્ર્ય માટે પોતાનું જીવન હોમાવી દીધું નથી પરંતુ દેશના પ્રત્યેક નાગરિકોને પૂર્ણ સ્વરાજ્ય મળે, તેમનું જીવનધોરણ ઉંચુ આવે, આર્થિક, રાજકીય અને સામાજીક સ્વાતંત્ર્યતા મળે તે માટે તેઓએ બલિદાન આપ્યું હતું.

આ પણ વાંચો:સુરત જિલ્લામાં ત્રણ સ્થળે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનો પ્રારંભ

નવનિયુક્ત કોર્પોરેટરોએ આપી હાજરી

વર્ષ 2022માં દરેક નાગરિકને પોતાનું ઘર મળે, વિજળી, પીવાનું ચોખ્ખું પાણી મળવા સાથે દેશ આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરે સરકારના આ નિર્ણયમાં આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ તે પાલિકાએ વિચારવાનું છે. આઝાદીના 75માં વર્ષની ઉજવણી સાથે લોકોને પાણી આપી તેમની સમસ્યા દુર કરીએ અને પાણીદાર શહેર બનાવીએ. ઝુંપડા મુક્ત શહેર, રખડતા ઢોર, પાર્કિંગ, ટ્રાફિક, આડેધડ લારીગલ્લાની સમસ્યા દુર કરીને સુંદર શહેર બનાવવા સૌ લોકો ભેગા થઈને કામ કરે તેવી તેમને નેમ વ્યક્ત કરી હતી. સમસ્યાઓ ઘણી હોઈ શકે તેવો ઉલ્લેખ કરતા તેમને પૂર્વ વડાપ્રધાન બાજપાઈજીની પંક્તિ યાદ કરી હતી અને સૌ શહેરીજનોને પાલિકાના કામોમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે હાજર વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પાલિકાના હોદ્દેદારોની નિમણુંક બાદ આ પ્રથમ સરકારી કાર્યક્રમ છે જેમાં સૌ કોર્પોરેટરો હાજર છે.

આ પણ વાંચો:અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ વેબસાઈટ લોન્ચ કરી

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીજીના ઉદાહરણો આપ્યા

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હું એવી આશા રાખ્યું છે કે આગામી પાંચ વર્ષના તમામ કાર્યક્રમમાં આવી હાજરી રહેશે. આઝાદીની વાત કરીએ તો શરીરના રોમે રોમમાં ઝળઝણાટી થવી જોઈએ. આઝાદી માત્ર પોતાના લોકશાહીનું નિયંત્રણ નથી સાચી આઝાદીને આપણે ઓળખવી પડશે. ગાંધીજીએ એક માધ્યમ પકડ્યું હતું જે ચળવળ માટે નિમિત્ત બન્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે આપણને વિશ્વાસ ઉભો થવો જોઈએ કે નેતા કહેશે તે કરીશું. ગાંધીજીએ જ્યારે સરકારી નોકરી છોડવા કહ્યું હતું ત્યારે હજારો લોકોએ સરકારી નોકરી છોડી દીધી હતી, વિદેશી કપડાનો બહિષ્કાર કરવાનું કહેતા અનેક જગ્યાએ વિદેશી કપડાની હોળી કરવામાં આવી હતી.

Last Updated : Mar 14, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details