- બેન્ક કૌભાંડને લઈને સાંજથી વિવિધ ટીમોનું સર્ચ ઓપરેશન
- ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચે હાથ ધરી કામગીરી
- ખોટી સહી કરીને એક જ મિલકત પર બે બેન્કમાંથી લોન મેળવી હતી
વડોદરા: વડોદરા શહેરમાં બેન્ક કૌભાંડને લઈને CBIની ટીમે 7થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જ્ઞાનજીવન રેસીડેન્સી ના ફ્લેટ નંબર 101માં ધ્રુમિલ જોશી નામના વ્યક્તિને ત્યાં CBIએ સર્ચ ઓપરેશન હાથ કર્યું હતું. ધ્રુમિલ જોશી સહિત શુભેન્દુ મિશ્રા નામના વ્યક્તિને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
મુખ્ય આરોપી હજુપણ પોલીસ પકડથી દૂર
આ કેસના મુખ્ય આરોપીએ પોતાના બનેવી સમીરની ખોટી સહી કરીને એક જ મિલકત પર બે બેન્કમાંથી લોન લઈને પાંચ કરોડની ઠગાઈ કરનાર સુકુમાર ના ઘરે મુંબઇની CBIની ટીમે દરોડા પાડયા હતા. ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચે કુમારના જ્ઞાનજીવન રેસિડેન્સી નિવાસમાં દરોડા પાડ્યા હતા. સુકુમાર જોશીને હાલ ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ રદ્દ કરવામાં આવી છે. જ્યારે આટલું મોટું કૌભાંડ બેન્કમાંથી આચાર્યુ હોવાથી બેન્કના અધિકારીઓની મીલીભગત સિવાય આ અ શક્ય ન હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મોડીરાત્રે પણ દરોડા ચાલુ છે.