ગુજરાત

gujarat

ETV Bharat / city

Cattle Free Campaign : ઢોર મુક્ત વચ્ચે વડોદરામાં ગાયે શાકભાજીવાળાને ભેટ મારી ફંગોળ્યો - VMC

છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં (Vadodara Free Cattle) રખડતા પશુઓની અડફેટે શહેરવાસીઓ આવી રહ્યા છે. લોકોને નાની મોટી ઇજા પહોંચી રહી છે. પાલિકા દ્વારા શહેરને ઢોર મુક્ત બનાવવાની ઝુંબેશ (Cattle Free Campaign) તો ચાલુ કરવામાં આવી છે, છતાં ઢોર સાથે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં શાકભાજીની રેંકડી ચલાવતા યુવકને ગાયે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી છે.

Cattle Free Campaign : ઢોર મુક્ત વચ્ચે વડોદરામાં ગાયે શાકભાજીવાળાને ભેટ મારી ફંગોળ્યો
Cattle Free Campaign : ઢોર મુક્ત વચ્ચે વડોદરામાં ગાયે શાકભાજીવાળાને ભેટ મારી ફંગોળ્યો

By

Published : May 30, 2022, 2:52 PM IST

વડોદરા : વડોદરાને ઢોર મુક્ત કરવાના અનેક રાજકીય દાવાઓ કરવામાં આવ્યા હતા. જે સમયે સમયે પોકળ સાબિત થતા જોવા મળે છે. પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર સામેની કાર્યવાહીમાં અનેક ઢોરવાડા અત્યાર સુધી સીલ (Stray Cattle in Vadodara) મારી દેવામાં આવ્યા છે. તો રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે છતાં, રખડતા ઢોરને કારણે શહેરવાસીઓ ઇજાગ્રસ્ત થવાની ઘટના અટકવાનું નામ નથી લેતી. શહેરવાસીઓ હવે આ સમસ્યા સામે લાચાર છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

રખડતા પશુઓની અડફેટે શહેરવાસીઓ આવી રહ્યા છે

આ પણ વાંચો :આ જિલ્લામાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો, હવે તંત્ર શું કોઈકના મોતની રાહ જોઈ રહ્યું છે....

પશુએ એક યુવાનેને લીધો અડફેેટે - શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રોશન નગરમાં રહેતો અતા સુલ્તાન નામનો યુવક શાકભાજીની રેંકડી લગાવે છે. તેઓ શાકભાજીની રેંકડીમાં સામાન મૂકી રહ્યો હતો, તેવામાં પાછળથી ગાયે આવીને યુવકને અડફેટે લઈ લીધો. ગાયે અડફેટે લેતા યુવક ફંગોળાયો હતો અને ગુલાંટ ખાઇને રસ્તા પર પટકાયો હતો. સમગ્ર ઘટનામાં યુવકને હાથે પગે ઇજાઓ થવા પામી છે, યુવક (Cattle Free Campaign) ફંગોળાયો તે જગ્યા ડિવાઇડરથી નજીક છે. જો યુવક ડિવાઇડર પર પટકાયો હોત તો પરિણામ માઠું આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો : Neglect of Junagadh Corporation : જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં લોકો ત્રાહિમામ કેમ પોકારી રહ્યાં છે?

રખડતા પશુને લઈને લોકોની માંગ - પરિવારજને જણાવ્યુ કે, મારો ભાઈ શાકભાજીની લારીમાંનો સામાન ઉંચકી રહ્યો હતો. પાછળથી ગાયે ઝડપમાં આવીને ભાઇને ઉછાળીને ફેંકી દીધો હતો. ભાઈને ઘણું વાગ્યું છે. ડિવાઇડરમાં થોડોક બચી ગયો છે. ડિવાઇડર પર પછડાત તો તેનું માથું પણ ફાટી શકતું હતું. તેની જવાબદારી કોણ લેત? પાલિકા લેશે? કે ગાયવાળા લેશે? ગાય અહીંયા દિવસ (Vadodara Free Cattle) રાત ફરતી રહે છે. અહીંયા કોઈ પકડવા આવતું નથી. અમારી માંગ છે કે, પાલિકાએ આ ઘટનાની જવાબદારી લેવી જોઇએ

ABOUT THE AUTHOR

...view details