વડોદરા: કુલ 8,500 વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓ આ પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં (Fifth Graduation Ceremony of Parul University) વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમાં, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી પૂર્ણ કરનાર કુલ 5454 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. સર્વોચ્ચ પરિણામ પ્રાપ્ત કરનારા ઉમેદવારોને 61 ગોલ્ડ મેડલ્સ અને 33 સર્ટિફિકેટ ઓફ મેરીટથી સન્માનિત કરાયા હતા.
પારુલ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં કપ્તાન કપિલ દેવ તથા અભિનેત્રી દિયા મિર્ઝા રહ્યા હાજર આ પણ વાંચો:પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં, પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ સફળતાને વર્યા તેવા, 13 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સફળ સ્ટાર્ટ અપનું સંચાલન કરવા બદલ વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડૉ.દેવાંશુ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એમ. એન.પટેલ, વાઇસ ચાન્સેલર ડૉ.એચ.એસ. વિજયાકુમાર તથા યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો:પારુલ યુનિવર્સીટીમાં પ્રિન્સિપાલ દ્વારા મહિલા પ્રોફેસર પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, બન્ને ફરજ પરથી બરતરફ કરાયા