ગુજરાત

gujarat

ETV Bharat / city

ધરમ કરતા ધાડ પડી : 100 ફૂટ કૂવામાં પડેલી ભેંસને બચાવવા ઉતરેલા યુવકનું મૃત્યુ

ડેસર તાલુકાના વેજપુર ગામમાં ભેંસ કુવામાં (Buffalo Fell Into Well in Vadodara) પડતા ચકચાર મચી હતી. આ બાદ, ભેંસને બચાવવા માટે કુવામાં ઉતરેલા વ્યક્તિ સાથે ભેંસનું પણ મોત થયું હતું. બન્નેના મોત થતાં ગ્રામજનોમાં અને (buffalo Fell Into Well in Vejpur village) પરિવારમાં શોકનો માતમ છવાયો છે.

ધરમ કરતા ધાડ પડી : 100 ફૂટ કૂવામાં પડેલી ભેંસને બચાવવા ઉતરેલા યુવકનું મૃત્યુ
ધરમ કરતા ધાડ પડી : 100 ફૂટ કૂવામાં પડેલી ભેંસને બચાવવા ઉતરેલા યુવકનું મૃત્યુ

By

Published : Jul 6, 2022, 2:00 PM IST

વડોદરા :ડેસર તાલુકાના વેજપુર ગામમાં ભેંસ કૂવામાં પડતા અફરાતફરી (Buffalo Fell Into Well in Vadodara) મચી ગઈ હતી. કુવા પર પતરા હતા, પરંતુ ભેંસ બેસવા જતા પતરા તુટી ગયા હતા. 100 ફૂટના ઊંડા કુવામાં ભેંસ ખાબકતા અવાજ આવતા લોકો કુવા પાસે દોડી ગયા હતા. જેમાં ભેંસને બચાવવા માટે (Buffalo Fell Into Well) એક વ્યક્તિ પણ કુવામાં ઉતર્યા હતા. પરંતુ અકાળે એક બનાવ બનતા ભેંસ સાથે વ્યક્તિનું મૃત્યુ નિપજતા ગ્રામજનો અને પરિવારમાં શોકનો માતમ છવાયો છે.

ભેંસને બહાર કાઢવા અવનવા કિમિયા - ડેસર તાલુકાના વેજપુરમાં રહેતા ઉદા પરમારની ભેંસ પાડાથી કારણે ભડકીને ભાગી હતી. આ દરમિયાન કૂવા પર પતરા ઢાંકેલા હોવા છતાં ભેંસ કૂવામાં ખાબકી હતી. આ બનાવની ગ્રામલોકોને જાણ થતાં કુવા પાસે પહોંચી ગયા હતા. ભેંસને બહાર કાઢવા માટે અવનવા કિમિયા અજમાવતા આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે ત્રણ દિવસ પહેલા કૂવામાં જંગલી જાનવર ખાબકતા મૃત્યુ પામ્યા હોવાની ઘટના સામે આવી હતી.

100 ફૂટ કૂવામાં પડેલી ભેંસને બચાવવા ઉતરેલા યુવકનું મૃત્યુ

આ પણ વાંચો :Solar Power Technology: ખેતી માટે પાવરનો અભાવ છે ત્યારે એક ખેડૂત સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરે છે, જાણો છો?

દોરડું તૂટતા વ્યક્તિનું મૃત્યુ - કુવાની આજુબાજુ અસહ્ય દુર્ગંધના કારણે ઊભું રહેવાય તેવી પણ સ્થિતિ ન હતી. તેમ છતાં ભેંસ માલિકના જમાઈ રાજુ પરમાર કૂવાની અંદરથી ભેંસનો અવાજ આવતો હોવાથી 100 ફૂટ જેટલા ઊંડા કુવામાં હિંમત દાખવી દોરડાની મદદથી ઉતર્યા હતા, ત્યારે દોરડાથી ભેંસને બાંધીને બહારકાઢતા સમયે 40 ફૂટ જેટલા અંતરથી દોરડું તૂટતા ભેંસની નીચે રાજુ પરમાર દબાઈ ગયો હતો. આથી પાણીમાં ડૂબી જવાથી તેઓનું અને ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો :અહીં ખેડૂતોએ સામાન્ય ખર્ચે કૂવા રિચાર્જ કરી Water Problem હલ કરી દીધો

ફાયર બ્રિગેડની કામગીર - ગામમાં બનેલી ઘટનાને પગલે સરપંચ જયરાજસિંહ રાઉલજીએ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા મોડી રાત્રે ફાયર બ્રિગેડ આવી પ્રથમ ભેંસનો મૃતદેહ બહાર કાઢ્યા હતો. બાદ અઢી વાગે રાજુ પરમારનો મૃતદેહ બહારકાઢ્યો હતો. ડેસર પોલીસને જાણ કરતા (Buffalo Fell Into Well in Vejpur village) તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details