- ભાજપના મહિલા કાઉન્સીલરના ભાઇએ કર્યો ભવાડો
- ભાઇએ દારૂ પીને ધમાલ કરતા કાઉન્સીલરે કરી ફરિયાદ
- પોલીસ સ્ટેશન લઇ જતાં આરોપીનું થયું મોત
વડોદરા: વોર્ડ નં-17ની પેનલમાં મહિલા કાઉન્સિલર સંગીતાબેન પટેલનો ભાઇ તેમની સાથે જ રહેતો હતો અને તેને દારૂ પીવાની લત પણ હતી. ગઇકાલે તેણે કાઉન્સિલરના ઘરમાં નશાની હાલતમાં ધમાલ મચાવી હતી. આથી પોતાના ભાઇથી કંટાળીને ભાજપના સ્થાનિક નેતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલિસે આરોપી ગૌરાંગ પટેલની ધરપકડ કરી હતી અને તને માંજલપુલ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.
વધુ વાંચો:પોલીસે વંથલી નજીકથી પરપ્રાંતિય દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો
108ની ટીમે આરોપીને મૃતજાહેર કર્યો
પોલીસ સ્ટેશનમાં આરોપીની તબિયત વધુ ખરાબ થતાં 108ની ટીમને બોલાવવામાં આવી હતી. 108ની ટીમે તપાસ કરતાં તેમણે આરોપીને મૃત જાહેર કર્યો હતો. આરોપી લાંબા સમયથી ટીબીની બિમારીથી પીડાતો હતો આજ કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ યોજાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં-17ની પેનલમાં મહિલા કાઉન્સિલર તરીકે સંગીતાબેન પટેલને ટિકિટ આપી હતી. તેમનો ભાઇ તેમની સાથે જ રહેતો અને દારૂ પીવાને ધમાલ પણ કરતો હતો.
વધુ વાંચો:ગુજરાતમાં લાવવામાં આવતો રૂપિયા 20 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, 2ની ધરપકડ