વડોદરા - બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની મુલાકાતના (Boris Johnson Gujarat Visit ) પગલે આજે ચર્ચામાં આવેલો (British PM Visited JCB Plant in Gujarat)હાલોલ જીઆઈડીસી સ્થિતિ જેસીબી પ્લાન્ટ ગુજરાતના હાલોલમાં (JCB Plant at Halol GIDC ) આવેલો છે. કંપનીનો ભારતમાં આ પ્લાન્ટ સ્થાપવાના ચક્ર 2019માં ગતિમાન બન્યાં હતાં. જેસીબી કંપની બ્રિટનની જ કંપની છે અને ગુજરાત ઉપરાંત ભારતમાં તેના પાંચ પ્લાન્ટ સ્થપાયેલાં છે. પ્લોટ નંબર 699થી 703, જીઆઈડીસી હાલોલ- 2, મસવડ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, મસવડ રોડ, હાલોલ, ગુજરાત 389350 - આ છે બ્રિટિશ પીએમે (British PM Visited JCB Plant in Gujarat) જે જેસીબી પ્લાન્ટની મુલાકાત લીધી તેનું સરનામું.
જેસીબી શેનું ઉત્પાદન કરે છે -JCB કંપનીની વાત કરીએ તો ભારતમાં પાંચ ફેક્ટરી અને એક ડિઝાઈન સેન્ટર છે. જ્યારે છઠ્ઠી ફેક્ટરી ગુજરાતના હાલોલ જીઆઈડીસીમાં છે. આ કંપની અનેક પ્રકારના જેસીબી મશીન (JCB manufacturing plant in Halol Gujarat ) બનાવે છે. જેમાં Backhoe loaders, Compactors, Excavators, generators, Mini Excavators, Skid Steer Loadersનો સમાવેશ થાય છે. ભારતમાં બનેલા આ મશીનો 100થી વધુ દેશમાં નિકાસ કરવામાં આવે છે. જાણીતા તે રિચ લિસ્ટમાં કંપનીની 2021માં કુલ સંપત્તિ 9.48 બિલિયન યુએસ ડોલર (JCB total Net Worth) અંદાજવામાં આવી હતી.
ઇંગ્લેન્ડનું મુખ્ય મથક સ્ટાફોર્ડશાયર છે મૂળ મથક -જેસીબી એક મશીન ઉત્પાદન કંપની (Joseph Cyril Bamford Company)છે જેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડના સ્ટાફોર્ડશાયરમાં છે. તેના જેસીબી મશીનોનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. નાના બાળકો પણ રમકડાં તરીકે રમતાં સહજતાથી જે નામ લે છે તે જેસીબી બાંધકામ ઉદ્યોગ માટે વપરાતું મહત્ત્વનું મશીન છે, જેનું ઉત્પાદન જેસીબી પ્લાન્ટમાં કરવામાં આવે છે.
દુનિયાભરમાં ફેલાયું છે કામકાજ-જેસીબીનો વપરાM દુનિયાભરમાં થાય છે ત્યારે તેનું ઉત્પાદન કરતી બ્રિટિશ કંપનીના ઉત્પાદિત મશીનો ખૂબ વ્યાપક વપરાશ ધરાવે છે. જેસીબી કંપનીનું કામકાજ દુનિયાના 4 ખંડમાં વ્યાપ્ત છે.
જેનું નામ જ નથી તે પ્રકારનું મશીન હોવાની ખાસિયત-રસપ્રદ વાત એ છે કે (JCB Company History)જેસીબી વિશ્વનું એવું પ્રથમ અનામી મશીન પણ છે. 1945માં લોન્ચ થયું હતું. આ મશીનના બનાવનારાઓએ તેના નામકરણ માટે ઘણી વિચારણા કરી હતી પરંતુ કોઇ એક નામ પર સંમતિ ન થઇ શકી. આખરે તેનું નામ જોસેફ સિરિલ બેમફોર્ડ (JCB) રાખવામાં આવ્યું. જે કંપનીના માલિકનું નામ છે. શરૂઆતમાં જેસીબી મશીનો સફેદ અને લાલ રંગમાં બનાવાયાં હતાં. જે હવે પીળા રંગમાં જોવા મળે છે. રંગ બદલવા પાછળનું લોજિક એ હતું કેે ખોદકામ સ્થળે પીળા રંગનું જેસીબી દૂરથી પણ સરળતાથી જોઈ શકાય છે. જેનાથી સૌને ધ્યાનમાં રહે છે કે અહીં JCB ના ખોદકામનું કામ ચાલી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit Live Update: બ્રિટનના PM બોરિસ જોન્સને હાલોલના JCB પ્લાન્ટની લીધી મુલાકાત
ભારતમાં બનતાં જેસીબી નિકાસકાર તરીકે મોટું નામ- જેસીબી ભારતમાં (JCB India unit in India) પોતાની ફેક્ટરી શરૂ કરનાર પ્રથમ બ્રિટિશ પ્રાઈવેટ કંપની હતી. હાલમાં ભારત વિશ્વમાં JCB મશીનોનું સૌથી મોટું નિકાસકાર છે. જોસેફ સિરિલ બેમફોર્ડનું પ્રથમ મશીન ટિપિંગ ટ્રેલર હતું જે 1945 માં લોન્ચ થયું હતું. પછી તેની બજાર કિંમત 45 પાઉન્ડ (લગભગ 4000 રૂપિયા) હતી. જેસીબીએવિશ્વનું પ્રથમ અને સૌથી ઝડપી ટ્રેક્ટર ‘ફાસ્ટ્રેક’ બનાવ્યું (JCB Company History)હતું. જે વર્ષ 1991માં લોન્ચ કર્યું હતું.એ સમયે ટ્રેક્ટરની મહત્તમ ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ ટ્રેક્ટરને ‘પ્રિન્સ ઓફ વેલ્સ’ એવોર્ડ મળ્યો હતો. 1948 માં જેસીબી કંપનીમાં માત્ર 6 કર્મચારી સંખ્યા હતી જેમાં હવે લગભગ 11,000 કર્મચારીઓ છે જે આખી દુનિયામાં કામ કરી રહ્યા છે.