- બુટલેગરના જન્મદિવસે મોડી રાત્રે કેક કાપવામાં આવી
- સરકારની કોરોના ગાઇડલાઇનના જાહેરમાં ધજાગરા
- કાયદો તોડતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી
વડોદરા: કોરોનાને નાથવા માટે સરકાર અને તબિબોની અથાગ મહેનત તો કામે લાગી, પરંતુ હવે લોકોની ગંભીર બેફિકરાઇ ઉજાગર થઇ રહી છે. ત્યારે હવે બુટલેગરો પણ રાત્રી કર્ફ્યુના નિયમો તોડતા અચકાતા નહિ હોવાની સાબિતી આપતો વિડીયો સામે આવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદના મેયરની ઉપસ્થિતિમાં કોરોના ગાઇડલાઇનના ખુલ્લેઆમ ધજાગરા
બુટલેગરો દ્વારા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન
રાજ્ય સરકાર અને તબિબોની અથાગ મહેનત બાદ કોરોનાની બીજી ઘાતક લહેરને કાબુમાં કરવામાં મહદઅંશે સફળતા મળી રહી છે. ત્યારે હવે લોકો શહેરમાં કોરોના છે જ નહિ તેવું માની બેફિકરાઇભર્યું વર્તન કરતા જોવા મળી રહ્યા છે. કોરોનાનો કહેર ઘટ્યા બાદ પણ કોવિડ ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે.
બુટલેગરે રાત્રી કર્ફ્યુના નિયમોનો ઉલાળીયો કર્યો
ગત રોજ કિશનવાડીમાં રહેતા બુટલેગર કૃણાલ કહારનો જન્મદિવસ હોવાથી તેને સાગરીતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી હતી. અને બર્થ ડેની કેક કાપ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર મુકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક તરફ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ કાયદાથી બેખોફ બનીને બુટલેગરે તેના સાગરીતો સાથે મળીને રાત્રી કર્ફ્યુના નિયમોનો ઉલાળીયો કર્યો હતો.
આ પણ વાંચો:મહેસાણામાં શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
સંભવિત ત્રીજી વેવમાં ભારે મુશ્કેલીમાં મુકાઇ જવાનો વારો આવી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર નિયંત્રણમાં આવ્યો છે. કોરોના ગયો નથી. લોકોએ આજે પણ કોવિડ ગાઇડલાઇન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને જરૂર વગર ઘરની બહાર નહિ નિકળવાનું પાલન કરવું પડશે. જો તેમ નહિ કરવામાં આવે તો કોરોનાની સંભવિત ત્રીજી વેવમાં ભારે મુશ્કેલીમાં મુકાઇ જવાનો વારો આવી શકે છે. પોલીસે કાયદો તોડતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. તેમ થવાની ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતામાં ઘટાડો થઇ શકે છે.