- વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મામલે બુટલેગર અલપુ સિંધીને ક્રાઇમબ્રાન્ચ લવાયો
- હરિયાણાના ગુરુગ્રામથી ઝડપાયો હતો અલપુ સિંધી
- પીડિતાનો મિત્ર હોવાનો અલપુ સિંધીનો દાવો
વડોદરા: શહેરમાં ચકચારી દુષ્કર્મ કેસમાં પીડિતાને મદદ કરનાર બુટલેગર અલપુ સિંધીની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 7 ઓક્ટોબરે હરિયાણાના ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. જે બાદ બુટલેગર અલપુ સિંધીને વડોદરા લવાયો હતો. મહત્વનું છે કે, આરોપી અશોક જૈન અને અલપુ સિંધી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અલપુ સિંધી અને અશોક જૈનને સામસામે બેસાડી પૂછપરછ કરશે તેવું મનાઈ રહ્યું છે. જ્યારે પીડિતાને પણ ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ માટે બોલાવાશે. અલપુ સિંધીની પ્રોહિબિશન કેસમાં ધરપકડ કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.
અશોક જૈનની પોલીસે પાલીતાણાથી ધરપકડ કરી
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનની ધરપકડ કરાઇ છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને ઝડપી લેવામા આવ્યા છે. દુષ્કર્મ બાદ વડોદરા છોડીને ભાગતા ફરતા અશોક જૈનની પોલીસે પાલીતાણાથી ધરપકડ કરી હતી. અરોપી અશોક જૈનને પકડવા માટે પોલીસે રાજસ્થાન અને એમપી તથા મહારાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી.