ગુજરાત

gujarat

ETV Bharat / city

Boiler Blast in Vadodara 2021 : પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી શરૂ કરી તપાસ - મકરપુરા જીઆઈડીસીમાં બોઇલર બ્લાસ્ટની ઘટના

વડોદરા શહેરના મકરપુરાની ફેકટરીમાં સર્જાયેલ બ્લાસ્ટ દુર્ઘટનામાં (Boiler blast at Makarpura GIDC) પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી તપાસ શરુ કરી છે. વડોદરાની ફેકટરીમાં બ્લાસ્ટ ઘટનામાં (Boiler Blast in Vadodara 2021) કયા કયા કેમિકલ વાપરવામાં આવતાં હતાં તેની વિગતો FSL ટીમે મેળવી હતી.

Boiler Blast in Vadodara 2021 : પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી શરૂ કરી તપાસ
Boiler Blast in Vadodara 2021 : પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી શરૂ કરી તપાસ

By

Published : Dec 24, 2021, 8:55 PM IST

વડોદરાઃ શહેરમાં મકરપુરા GIDC માં આવેલ કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું બોઈલર ફાટ્યું (Boiler blast at Makarpura GIDC) હતું.બ્લાસ્ટની આ ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયાં હતાં તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. તાજેતરમાં જ પંચમહાલના ઘોઘંબામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી, જેમાં કંપનીમાં કામ કરતા અનેક કર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે હજી તપાસ ચાલી રહી છે ત્યાં તો વડોદરાની મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડમાં બોઈલર ફાટવાની ઘટના (Boiler Blast in Vadodara 2021) સામે આવી છે.દુર્ઘટનામાં પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી તપાસ શરુ કરી છે. ફેકટરીમાં કયા કયા કેમિકલ પદાર્થો વાપરવામાં આવતાં હતાં તે અંગે વિગતો FSL ટીમે મેળવી હતી.

આ પણ વાંચોઃ Boiler Blast in Vadodara 2021: મકરપુરા GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઈલર ફાટ્યું, 4નાં મૃત્યું, 6 ઈજાગ્રસ્ત

કંપનીએ મકાનો બાંધી દીધાં હતાં

બોઇલર (Canton Laboratories Blast Case 2021) ફાટતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના (Boiler Blast in Vadodara 2021) બાદ કંપની બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી હતી અને સાયરનોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે કંપનીની બાજુમાં જ કાચાપાકા મકાનો બાંધીને લોકો વસવાટ કરતાં હતાં.

ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસ અને એફએસએળની ટીમે સઘન તપાસ શરુ કરી દીધી છે

આ પણ વાંચોઃ Blast in GFL company : પંચમહાલ GFL કંપનીમાં આગ લાગવાનો કારણે મૃત્યુ આંક 6 પર પહોંચ્યો

વાહનો કાટમાળમાં દબાયાં

આ ઘટનામાં (Boiler Blast in Vadodara 2021) કંપનીની બાજુમાં રહેતા લોકોના ઘરના તમામ સામાનનો ખુર્દો બોલી ગયો હોવાનું જોવા મળ્યું હતું. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ ઘરના કાટમાળ નીચે દબાયેલા જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે જોખમી કંપનીની પાસે ઘર અથવા રહેણાંક બાંધકામ હોતા નથી, પરંતુ આ કંપની પાસે જોવા (Canton Laboratories Blast Case 2021) મળ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details