- હરિપ્રસાદ સ્વામીજીનો સોખડા મંદિર પરિસરમાં દેહ અંતિમ દર્શન માટે મુકાયો
- અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
- શિસ્તબદ્ધ રીતે ભક્તો સ્વામીજીના પાર્થિવ દેહના દર્શનાર્થે
વડોદરા :સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય બાદ 4 દિવસ માટે તેમના પાર્થિવ શરીરીને ભક્તોના અંતિમ દર્શન માટે મંદિરના તેમના નિવાસસ્થાની બાજુમાં આવેલા ભવનમાં મુકવામાં આવ્યો છે. વહેલી સવારથી જ સોખડા મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં જુઓ ત્યાં હરિભક્તોની કતારો જોવા મળી હતી. તમામ જગ્યાએ હરિભક્તો શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે રાહ જોતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે લવાયો, ભક્તોની લાંબી લાઈનો
હરિ ભક્તો અંતિમ દર્શન કરવા આવી પહોંચ્યા
સોખડા મંદિર પ્રશાસન દ્વારા દરેક ભક્તોને તેમના આવવાની તારીખ અને સમય વોટ્સએપ દ્વારા જણાવી દેવામાં આવ્યા હતા. બુધવારે વડોદરા, ભરૂચ અને આણંદના હરિ ભક્તોને અંતિમ દર્શન કરવા માટેનો સમય ફાળવવામાં આવ્યો હતો. તેથી દુર દુરથી પોતાના વાહનોમાં હરિભક્તો અનંત યાત્રાએ નીકળેલા તેમના માર્ગ દર્શક એવા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા હતા.
અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો LED સ્ક્રીન પર લાઈવ દર્શન
ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરવા મહિલાઓ તેમજ પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, મંદિર બહાર એક કિલોમોટર જેટલી લાંબી લાઈનો લાગી હતી. તમામ ભક્તોને શિસ્તબદ્ધ રીતે દર્શન કરવા માટે મોકલવામાં આવતા હતા. મંદિરની અંદર સભાખંડમાં વિશાળ LED સ્ક્રીન પર પણ લાઈવ દર્શન નિહાળવાની વ્યવસ્થા કરાઈ હતી. દરેક ભક્તોને પ્રત્યક્ષ દર્શન માટે ગ્રુપમાં મોકલવામાં આવી રહ્યા છે. આગમી ત્રણ દિવસ સુધી સોખડા મંદિરમાં અંતિમ દર્શન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો:સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં હતાં દાખલ
અક્ષર દેરી ખાતે સ્વામીજીનું અંતિમ સંસ્કાર
28થી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. આખરે અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મંદિરમાં અક્ષર દેરી આવેલી છે, જેમાં તેમની ગુરૂ પરંપરા પધરાવી છે. હરીપ્રસાદ સ્વામીજી કાયમ એવું કહેતા હતાં કે, મને અક્ષર દેરીએ રાખજો. જેથી અક્ષર દેરીની સામે જ લીમડા વન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો સંતના દર્શનાર્થે અનેક દિગ્ગજ નેતાઓ આવશે
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો અક્ષરવાસ થયો હતો. તેમનો પાર્થિવ દેહ હરિધામ સોખડા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો આવશે. જેમાં પ્રધાન સૌરભ પટેલ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આવશે, આ ઉપરાંત પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ મુલાકાતે આવશે. આ સાથે, દેશના ગૃહપ્રધાન અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ દર્શન કરવા આવશે.