વડોદરા: શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી અજાણી મહિલાનો હાથ-પગ અને મોઢુ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ મહીસાગર નદીમાંથી હાથ, પગ અને મોઢુ બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો - મહીસાગર નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
વડોદરા શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી અજાણી મહિલાનો હાથ-પગ અને મોઢુ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર-જિલ્લા ફાયર બ્રિગેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મહીસાગરમાં મૃતદેહ તરતો હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી વડોદરા શહેરના ટીપી 13 ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મહિલાના બન્ને પગ, હાથ અને મોઢુ બાંધેલી હાલતમાં હતાં. આ ઉપરાંત 2-3 દિવસ અગાઉ મહિલાને મહીસાગરમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. જેથી પોલીસે FSLની મદદથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ સાથે જ પોલીસે મહિલાની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે.
મહિલાના હાથ-પગ બાંધેલી હાલતમાં હોવાાથી હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.