ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં એમ્બ્યૂલન્સના અભાવે વૃદ્ધાનો મૃતદેહ અંતિમવિધિ માટે લારીમાં લઈ જવાયો - મૃત્યુ પામેલા દર્દીને સ્મશાનમાં લઇ જવા

કોરોનાનુ સંક્રમણ એટલી હદે વધ્યું છે કે, હવે સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે તો તેની અંતિમક્રિયા માટે એમ્બ્યૂલન્સ પણ નસીબ થઇ નથી. કોરોના દર્દીઓના મૃતદેહો અંતિમક્રિયા માટે લઇ જવા માટે રાહ જોવી પડી રહીં છે. તેવામાં કુદરતી રીતે મૃત્યુ પામેલા દર્દીને સ્મશાનમાં લઇ જવા માટે તંત્ર પાસે એમ્બ્યુલન્સની પુરતી સુવિધા નથી.

વડોદરામાં એમ્બ્યૂલન્સના અભાવે વૃદ્ધાનો મૃતદેહ અંતિમવિધિ માટે લારીમાં લઈ જવાયો
વડોદરામાં એમ્બ્યૂલન્સના અભાવે વૃદ્ધાનો મૃતદેહ અંતિમવિધિ માટે લારીમાં લઈ જવાયો

By

Published : Apr 8, 2021, 7:36 AM IST

  • નાગરવાડા શાકમાર્કેટમાં વૃદ્ધાનું અવસાન થતાં સ્વજનો એમ્બ્યુલન્સ માટે અટવાયા
  • એમ્બ્યુલન્સ ન મળતા સ્વજનોને લારીમાં કાઢવી પડી અંતિમયાત્રા
  • એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓના મૃતદેહોના અંતિમક્રિયામાં વ્યસ્ત

વડોદરા:રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. સરકાર અને તંત્ર દ્વારા આ મૃત્યુ આંક છુપાવવામાં આવી રહ્યો છે. તેવી લોકોને ભીતિ છે. પરંતુ, ડેથ ઑડીટ કમિટી નક્કી કરે એ પ્રમાણે મૃત્યુના સરકારી આંકડા રજૂ કરવામાં આવે છે. વાયરલ વીડિયો અને ફોટાના આધારે આ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી શકીએ છીએ. જેમાં, સ્મશાનોમાં મૃતકોની અંતિમક્રિયા માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, કલાકો સુધી રાહ પણ જોવી પડી છે. બીજી બાજુ, મોટી સંખ્યામાં ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહો અંતિમક્રિયા માટે સ્મશાનમાં લાવવામાં આવી રહ્યાં છે.

વડોદરામાં એમ્બ્યૂલન્સના અભાવે વૃદ્ધાનો મૃતદેહ અંતિમવિધિ માટે લારીમાં લઈ જવાયો

આ પણ વાંચો:વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય શાંતાબેનનુ બુધવારે મોડી સાંજે તેમના ઘરે મોત થયુ હતુ. વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે પરિવાજનો દ્વારા ખાનગી તથા સરકારી એમ્બ્યૂલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, કોરોના દર્દીઓના અંતિમક્રિયામાં વ્યસ્ત એમ્બ્યૂલન્સ તેમને મળી ન હતી. જેથી, આખરે પરિવારના સભ્યો દ્વારા વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લારીમાં મૂકી અંતિમક્રિયા માટે ખાસવાડી સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા

ABOUT THE AUTHOR

...view details