- વડોદરામાં આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
- ઉમેદવારો પસંદ કરવા ભાજપની કવાયત
- 5 ઝોનમાં 15 નિરીક્ષકો દ્વારા લેવાશે સેન્સ
- ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોનો રાફડો ફાટશે
વડોદરાઃ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આગામી 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, ત્યારે તે પૂર્વે તમામ રાજકીય પાર્ટીઓ હવે ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. ગત 25 વર્ષથી વડોદરામાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સોમવારે શહેરના 5 સ્થળ પર નિરીક્ષકોની ટીમ મોકલી ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં 15 નિરીક્ષણ કરશે. જે અંતર્ગત આજે સોમવારે હરણી મોટનાથ મહાદેવ મંદિર પાસે આવેલા ખાગની પાર્ટી પ્લોટ ખાતે પ્રદેશ ભાજપના નિમયેલાં નિરીક્ષકો પૈકી અમદાવાદના ધારાસભ્ય વલ્લભ કાકડિયા, અમદાવાદ મનપાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન અમુલ ભટ્ટ તેમજ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રંજનબા ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.