ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં BJP ની સત્તા, 8 બેઠકો પર વિજય - ભાજપ

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે યોજાયેલી ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને એક પણ બેઠક ન મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ મુક્ત બની ગઈ છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં  BJP ની સત્તા,  8 બેઠકો પર વિજય
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં BJP ની સત્તા, 8 બેઠકો પર વિજય

By

Published : Aug 7, 2021, 12:59 PM IST

  • વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે ચૂંટણી યોજાઈ હતી
  • તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસમુક્ત બની

વડોદરાઃ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠક માટે આજે પાલિકાના સભાગૃહમાં ચૂંટણી યોજાઇ હતી. પાલિકાની ચૂંટણીમાં 76માંથી કોંગ્રેસને 7 જ બેઠકો મળી હતી.

4 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી

શિક્ષણ સમિતિમાં 15 સભ્ય હોય છે. જેમાંથી ત્રણ સરકાર નિયુક્ત હોય છે. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જેથી 8 બેઠક માટે કોંગ્રેસના 1 અને ભાજપના 8 ઉમેદવારો મેદાનમાં હતાં.

કોંગ્રેસને એક પણ બેઠક ન મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ મુક્ત બની ગઈ

તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય

પાલિકાના સભાગૃહમાં મતદાન યોજાયું હતું. જેમાં પાલિકાના 76 કોર્પોરેટરે મતદાર તરીકે મતદાન કર્યું હતું. મતદાન બાદ તરત જ મત ગણતરી કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં આજે યોજાયેલી ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાની થીમ પર ગણેશજીની પ્રતિમા

આ પણ વાંચોઃ વડોદરા SSG હોસ્પિટલના જુનયર ડૉક્ટરોની હડતાળ યથાવત, કાળા કપડાં પહેરી દર્શાવ્યો વિરોધ

ABOUT THE AUTHOR

...view details