વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર તરીકે કલ્પેશ પટેલ (Vadodara Corporator Kalpesh Patel) ઉર્ફે જય રણછોડ ચૂંટાઇને આવ્યા છે. કલ્પેશ પટેલ દ્વારા ફરિયાદી ઉપેન્દ્ર શાહ પાસેથી ધંધાર્થે 25 લાખ ટુકડે ટુકડે રોકડેથી લેવામાં આવ્યા હતા. જેની અવેજમાં રકમ પરત કરવા માટે ઉપેન્દ્ર શાહને 25 લાખનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો
નવો પ્રોજેક્ટ અંગે રકમની ચુકવણી - ત્યારે આજે કોર્ટે આ મામલે ચુકાદો આપતા કલ્પેશ પટેલને એક વર્ષની સજા ફટકારી છે. ફરિયાદી ઉપેન્દ્ર શાહે કોર્ટમાં કરેલી ફરિયાદ અનુસાર તેઓ સંબંધી નટવરલાલ મારફતે કલ્પેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા. કલ્પેશ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્રકસનનો ધંધો કરતો હતો. કલ્પેશ પટેલને (Kalpesh Patel Sentenced by Court) પૈસાની જરૂરત થતા જાન્યુઆરી – 2016 માં નટવરલાલ શાહ મારફતે ઉપેન્દ્ર શાહ મારફતે મળી 25 લાખ માંગ્યા હતા. અને જણાવ્યું હતું કે, નવો પ્રોજેક્ટ ચાલુ કરેલો છે. તે પ્રોજેક્ટ પૂરો થતા રકમની ચુકવણી કરશે તેમજ જે નફો થશે તેમાંથી નફો પણ આપવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો :વડોદરાના અગોરા મોલના બાંધકામની માપણી મુલતવી, કોર્પોરેટર અને કોંગ્રેસી કાર્યકરોએ મચાવ્યો હોબાળો