ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું વડોદરા રેલવે સ્ટેશને ટૂંકુ રોકાણ, કાર્યકરો કરશે સ્વાગત - BJP president C R Patil

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા જંગી બહુમતી મેળવી છે. ત્યારે ભાજપ પ્રમુખ આર પાટીલ વડોદરા આવતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે અને રેલવેટેશન ખાતે સાંજે 4:00 ટૂંકુ રોકાણ કર્યા બાદ પોતાના નિવાસસ્થાન સુરત ખાતે રવાના થશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું વડોદરા રેલવે સ્ટેશને ટૂંકુ રોકાણ, કાર્યકરો કરશે સ્વાગત
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું વડોદરા રેલવે સ્ટેશને ટૂંકુ રોકાણ, કાર્યકરો કરશે સ્વાગત

By

Published : Mar 3, 2021, 4:05 PM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરા રેલવે સ્ટેશન આવશે
  • રેલવે સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કરશે ત્યારબાદ સુરત જવા રવાના થશે
  • ટૂંકુ રોકાણ કરી સુરત જવા રવાના થશે

    વડોદરાઃસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી મેળવી છે. ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર ચૂંટણી વખતે ચાર પ્રચારકોની ફોજ ઉતારવામાં આવી હતી. સી. આર. પાટીલ દ્વારા પર વડોદરા શહેરમાં પત્રકાર પરિષદ અને જાહેર સભા રાખવામાં આવી હતી. આજે બુધવારની સાંજે 4:00 વાગે શતાબ્દી ટ્રેન મારફતે રેલવેટેશન ખાતે આવશે, ત્યાં ટૂંકુ રોકાણ કરશે.

શહેર ભાજપ કરશે સ્વાગત

વડોદરા શહેરના હોદ્દેદારો દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું સ્વાગત કરવામાં આવશે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડશે. ઉલ્લેખનીય છે કે, પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details