ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વડોદરાના પ્રવાસે - BJP state president CR Patil

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે વડોદરાની મૂલાકાત લીધી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે આવી પહોંચેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ , પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર સહિતના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વડોદરાના પ્રવાસે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વડોદરાના પ્રવાસે

By

Published : Apr 21, 2021, 5:41 PM IST

  • રામનવનીના પાવન અવસરે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આઈસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
  • 75 બેડના કોવિડ સેન્ટરને દર્દીઓ માટે ખુલ્લું મુકાયું
  • કોવિડ કેર સેન્ટરની મૂલાકાત લઈ નિરીક્ષણ કર્યું
  • ધર્મસ્થાનો દર્શન માટે જ નહીં પરંતુ સેવા માટે પણ હોય : સી.આર.પાટીલ

વડોદરાઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વડોદરાના પ્રવાસે આવ્યા હતા. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કોરોનાના દર્દીઓ માટે જરૂરી વિવિધ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો. વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલમાં 75 બેડના કોવિડ કેર સેન્ટરના લોકાર્પણમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, શહેર પ્રમુખ ડો વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે વડોદરાના પ્રવાસે

આ પણ વાંચોઃપોરબંદરમાં 5મું કોવિડ કેર સેન્ટર શેઠ NDR હાઈસ્કૂલમાં શરૂ કરાયું

ધર્મસ્થાનો દર્શન માટે જ નહીં સેવા માટે પણ છે

આ કોવિડ કેર સેન્ટરને દીપ પ્રગટાવીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે કોવિડ કેર સેન્ટરની મૂલાકાત લીધી હતી. ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધર્મસ્થાનો દર્શન માટે જ નહીં સેવા માટે પણ છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થતા દર્દીઓનો રીકવરી રેટ ખૂબ સારો છે. જેથી ગુજરાતમાં લોકડાઉનની જરૂર નહીં પડે. ત્યારે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર જ્યાં છે, ત્યાંજ રહે સાથે પર પ્રાંતીયોને ગુજરાત નહીં છોડવાની અપીલ કરી હતી. ઠેર-ઠેર આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃવડોદરામાં પ્રથમવાર વાડી જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું, 27 પોઝિટિવ દર્દીઓ દાખલ કરાયા

ઓક્સિજનની ઉણપ ના સર્જાય માટે બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટને પુનઃ કાર્યરત કરાશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ઘરમાં નથી રહી શકતા, તેઓને અહીંના કોવિડ સેન્ટરમાં રાખી તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ આપીશું. ઓક્સિજનની ઉણપ ના સર્જાય તે માટે બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટને પુનઃ કાર્યરત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઇન્જેક્શનની કાળા બજારી અંગે જણાવ્યું હતુંકે, દરેક વસ્તુનો લાભ લેવા કેટલાક તત્વો કાળા બજાર કરવા પ્રયત્ન કરતા હોય છે, સરકાર તેને રોકવા કટિબદ્ધ છે. સરકારે શુ કરવું જોઈએ, તે વિવાદમાં પડવાને બદલે સરકારને સહયોગ આપવાનો સમય છે.

ABOUT THE AUTHOR

...view details