ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ 10 વોર્ડની 40 બેઠકો પર 789 ઉમેદવારોની સેન્સ લીધી - Corporation Election

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ જતા વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ ચૂંટણીની દાવેદારી કરનારા ઉમેદવારોની સેન્સ લીધી હતી. તેમાં પ્રથમ દિવસે શહેરના 10 વોર્ડની 40 બેઠકો પર 789 દાવેદારોનો રાફડો ચૂંટણી લડવા ફાટી નીકળ્યો હતો. નિરીક્ષકોએ લિસ્ટ બનાવીને ભાજપ મોવડી મંડળમાં મોકલવામાં આવશે.

વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી
વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી

By

Published : Jan 26, 2021, 7:48 PM IST

  • વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી
  • નિરીક્ષકોએ 10 વોર્ડની 40 બેઠકો પર 789 ઉમેદવારોની સેન્સ લીધી
  • ઉમેદવારોનું લીસ્ટ મોવડી મંડળમાં મોકલવામાં આવશે

વડોદરાઃ ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેતા તમામ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા માટેના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. પહેલા દિવસે શહેરમાં નિરીક્ષકોએ 10 વોર્ડની 40 બેઠકો પર ભાજપના 789 દાવેદારોની સેન્સ લીધી હતી. પ્રદેશ ભાજપ સંગઠન અને 15 નિરીક્ષકોની ટીમ બે દિવસ અલગ-અલગ વોર્ડમાં ચૂંટણીની દાવેદારી કરનારા ઉમેદવારોની સેન્સ લેશે, ત્યારબાદ તેઓને સાંભળીને તેમનું લીસ્ટ મોવડી મંડળમાં મોકલવામાં આવશે.

વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી

નિરીક્ષકોએ ઉમેદવારોને કયા પ્રશ્નો પૂછ્યા?

વડોદરા કોર્પોરેશન ચૂંટણી ભાજપના મેન્ડેટ પર લડવા ઈચ્છતા દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. નિરીક્ષકોએ દાવેદારોને પૂછ્યું હતું કે, વઢવાણ કોમ્પ્યુટર વિશે શું કહેવું છે? તમારે ચૂંટણી કેમ લડવી છે ? તમે પેજ સમિતિ બનાવી છે ? એક સમિતિમાં કેટલા પેજ આવે છે? કોરોનામાં તમે શું કામગીરી કરી છે? તમારા વિસ્તારના સ્થાનિક પ્રશ્નો શું છે? તેવા અનેક સવાલો પુછવામાં આવ્યા હતા.

વડોદરામાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી

ક્યાં વોર્ડમાં કેટલા દાવેદારો

વોર્ડ 1માં 70 દાવેદારો, વોર્ડ 2માં 84 દાવેદારો, વોર્ડ 5 માં 95 દાવેદારો, વોર્ડ 6 મા 115 દાવેદારો, વોર્ડ 9 મા 87 દાવેદારો, વોર્ડ નંબર 10 મા 90 દાવેદારો, વોર્ડ નંબર 13 મા 64 દાવેદારો, વોર્ડ 14 મા 70 દાવેદારો, વોર્ડ 17 મા 54 દાવેદારો, વોર્ડ 18 મા 60 દાવેદારો વોર્ડ 19 સહિત 10 વોર્ડના કુલ 789 ઉમેદવારો ચૂંટણી લડવા માટે નિરીક્ષકોને મળ્યાં હતા.

શહેરના પૂર્વ કાઉન્સીલર, પૂર્વ મેયર સહિતનાઓએ દાવેદારી નોંધાવી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા બે દિવસ સુધી ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ચૂંટણી માટે ઉમેદવારીની દાવેદારી કરનારાઓને સાંભળ્યા હતા. કોંગ્રેસનો ગઢ વોર્ડ 1 માટે ઉમેદવારોની પસંદગી બીજેપી નિરીક્ષકો માટે પડકારરૂપ છે. વોર્ડ 1 માં શહેરના પૂર્વ મેયર ભરત શાહ અને સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ સહિત 70 લોકોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે વોર્ડમાં શહેર મહિલા અધ્યક્ષ સહિત 84 લોકોએ ટિકિટની દાવેદારી નોંધાવી હતી. વોર્ડ નંબર 9 મા આયાતી નહીં પણ સક્રિય કાર્યકરને ટિકિટ આપી તેવી પણ બૂમો ઊઠી હતી. પૂર્વ એમપીની પુત્રી સહિત 87 દાવેદારો વોર્ડ નંબર 9 માં ટિકિટની રેસમાં છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારો નિરીક્ષકોને મળ્યા હતા અને પોતાનો બાયોડેટા નિરીક્ષકોને આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details