- વડોદરામાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
- સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- કોરોના નિયમો માત્ર જનતા માટે
વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેરઠેર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. વાઘોડિયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. જેનો વીડિયો વાયરલ થયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા શહેરમાં કાર્યાલયનુ ઉદ્ઘાટન
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યારે વડોદરા શહેરની અંદર ભાજપ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કાર્યાલય ખોલવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત વડોદરા શહેરના વાઘોડીયા રોડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો સાથે શહેર પ્રમુખ વિજય શાહ, મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.