ગુજરાત

gujarat

ETV Bharat / city

BJP Mashal Rally: વડોદરામાં યોજાઈ ભાજપની મશાલ રેલી, કોરોના ગાઈડલાઈનના વધુ એક વખત ઉડાડ્યા ધજાગરા - Violation of Corona's guideline By BJP

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને પંજાબમાં 20 મિનિટ અટકાવવામાં આવ્યા હોવાના પડઘા વડોદરામાં પડ્યા છે. ભાજપે આ ઘટનાના વિરોધમાં મશાલ રેલી યોજી હતી. જોકે આ મશાલ રેલી (BJP held a Mashal Rally) કરતા કોરોના ફેલાવવા (Violation of Corona's guideline By BJP) નીકળેલી રેલી જ કહી શકાય.

BJP Mashal Rally
BJP Mashal Rally

By

Published : Jan 7, 2022, 7:03 AM IST

વડોદરા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને પંજાબના ફિરોઝપુર પાસે 20 મિનિટ ખેડૂતોએ અટકાવ્યો હોવાના ભાજપ આક્ષેપ કરી રહ્યું છે. ત્યારબાદથી જ ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયું છે. ભાજપ દ્વારા કોંગ્રેસ પર તો કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. ગુરુવારે આ ઘટનાના પડઘા વડોદરામાં પડ્યા હતા.

વડોદરામાં યોજાઈ ભાજપની મશાલ રેલી, કોરોના ગાઈડલાઈનના વધુ એક વખત ઉડાડ્યા ધજાગરા

કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડવા હવે ભાજપ માટે સામાન્ય બાબત

વડોદરા ભાજપે ઘટનાના વિરોધમાં કીર્તિસ્તંભથી ભગતસિંહ ચોક સુધીની મશાલ રેલી (Mashal Rally in Vadodara) યોજી હતી. રાજ્યભરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સહિતના રાજકીય કાર્યક્રમો રદ્દ કરી રહી છે એવામાં વડોદરા શહેરની કોરોના મુખમાં નાખવાની રેલી બની હતી તે રીતે મશાલ રેલી (BJP Mashal Rally Vadodara) નિકળી હતી. મોટાભાગના કાર્યકરો માસ્ક વગર ફરતા હતા અને સોશિ્યલ ડિસ્ટન્સના નિયમો (Violation of Corona's guideline By BJP) નેવે મુકાયા હતા.

કાર્યકર્તા તો શું આગેવાનોએ પણ કોરોનેની ગાઈડલાઈનનો ભંગ કર્યો

મશાલ રેલીમાં રાજ્ય સરકારના પ્રધાન પ્રદીપસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા. તો વડોદરાના સાંસદ રંજન ભટ્ટ પણ હાજર હતા. કોઈ કાર્યકર્તા તો શું આગેવાન પણ કોરોનેની ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળ્યા ન હતા. કોરોનાના વધતા વ્યાપ વચ્ચે રેલી કેટલી યોગ્ય તે મામલે સાંસદ રંજન ભટ્ટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે કાર્યકરોને નિયમોના પાલનની સૂચના આપી છે. જોકે વરવી વાસ્તવિકતા કઈ અલગ જ છે. તો બીજી તરફ પ્રધાન પ્રદીપ પરમાર તો કંઈક સવાયું જ કહી રહ્યા છે. પ્રધાન પ્રદીપ પરમારે જણાવ્યું કે, કોરોના વ્યાપ વધ્યો છે એ વાત સાચી પણ વડાપ્રધાન પર હુમલોએ મોટી ઘટના છે, તેથી રેલી કાઢવી પડી જ પડે. શું શહેરને રામ ભરેશે છોડી રહ્યા છે આ નેતાઓ ?

આ પણ વાંચો: Bhima Koregaon War: ભીમા- કોરેગાંવ યુદ્ધના 204 વર્ષ પૂર્ણ થવા પર હજારો લોકો પહોંચ્યા વિજયસ્તંભ

આ પણ વાંચો: PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

ABOUT THE AUTHOR

...view details