ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહનું ફેસબુક એકાઉન્ટ હેક થયું

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમના મિત્રો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે હજુ સુધી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી નથી.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયનું ફેસબુક એકાઉન્ટ હેક થયું
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયનું ફેસબુક એકાઉન્ટ હેક થયું

By

Published : Apr 17, 2021, 3:30 PM IST

Updated : Apr 17, 2021, 5:08 PM IST

  • શહેર ભાજપ પ્રમુખનું ફેસબુક એકાઉન્ટ હેક
  • સાયબર ક્રાઇમમાં હજુ ફરિયાદ કરવામાં આવી નથી
  • એકાઉન્ટ હેક કરી મિત્રો પાસી રૂપિયાની માંગણી કરાઇ

આ પણ વાંચોઃઅમદાવાદ શહેરમાં એક વેપારીએ અજાણ્યા યુવક સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી

વડોદરાઃ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયનું ગતરોજ 16 એપ્રિલના રોજ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેના વિશે તેમના મિત્રો દ્વારા તેમને માહિતી મળી હતી. ફેસબુક એકાઉન્ટ પર 1,000 અને 2,000 જેવા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેના મિત્રો દ્વારા જાણ થતાં ડોક્ટર વિજય શાહને પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે તેમ માલુમ પડ્યું હતું. જેના આધારે તેમણે ફેસબુક કંપનીમાં આ સંદર્ભે ફરિયાદ આપી છે. તદુપરાંત તેમના મિત્રોને સજાગ રહેવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ઓનલાઈન ક્લાસમાં બિભત્સ ચેનચાળા કરનારો યુવક ઝડપાયો

16 એપ્રિલે એકાઉન્ટ હેક થયું

ETV Bharat સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યા હતું કે, 16 એપ્રિલના રોજ બે કલાક માટે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. જે માહિતી તેમના મિત્રો દ્વારા તેમને મળી હતી. એકાઉન્ટ હેક કરીને મિત્રો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સાયબર ક્રાઇમમાં હજી સુધી ફરિયાદ કરવામાં આવી નથી.

Last Updated : Apr 17, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details